રેલવે પોલીસે મહિલાની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી
રેલવે સ્ટેશના પાર્કિંગમાં અજાણી મહિલાનું મોત નીપજ્યુ હતુ. તબીબો દ્વારા મહિલાનું મોત ઝેરી દવા પીવાથી થયાનું જણાવતા પોલીસે મૃતકનો ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલવે સ્ટેશનના ગેઇટ નંબર 3 પાસે આવેલા પાર્કિંગ પાસે મોડી રાત્રીના સમયે અજાણી મહિલા (ઉ.વ આશરે 60) બેભાન હાતલમાં પડેલા હોય જેને 108ના સ્ટાફે જોઇ તપાસી મૃત જાહેર કરવામાં આવી હતી અને તેનું મોત ઝેરી દવા પીવાથી થયાનું જણાવામાં આવ્યું હતુ. બનાવની જાણ થતા રેલવે પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મહિલાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૃતકની ઓળખ થયા બાદ તેણે આ પગલુ શા માટે ભરી લીધુ તે ખુલવા પામશે.
