રામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતા યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

બામણબોરમાં શ્રમિક યુવકને માર પડ્યો શહેરમાં ચુનારવાડ ચોકમાં રહેતો યુવાન રામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતો હતો ત્યારે અજાણયા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો…

બામણબોરમાં શ્રમિક યુવકને માર પડ્યો

શહેરમાં ચુનારવાડ ચોકમાં રહેતો યુવાન રામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતો હતો ત્યારે અજાણયા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ધવાયેલા યુવકને સારવારમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુનારવાડ ચોકમાં નદી કાઠે રહેતો સુંઘાશું શંભુભાઇ નાયક નામનો 25 વર્ષનો યુવાન રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરી મિત્ર સાથે ફોનમાં વાત કરતો પરત જઇ રહ્યો હતો. ત્યારે અજાણાયા શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો હુમલામાં ધવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાત બીજા બનાવમાં બામણબોરમાં આવેલી કંપનીમાં કામ કરતો પ્રેમચંદ દરોગારાજ રાજભર (ઉ.વ.36) સાથે અજાણયા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે મારમાર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *