બિન હથિયારધારી PSI ભરતીની પરીક્ષા, પેપર-2માં 8656 ઉમેદવારો કવોલિફાઇ

  ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગત 13 એપ્રિલ, 2025ના રોજ લેવામાં આવેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની લેખિત પરીક્ષાના પેપર-2 (ગુજરાતી અને…

 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ગત 13 એપ્રિલ, 2025ના રોજ લેવામાં આવેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની લેખિત પરીક્ષાના પેપર-2 (ગુજરાતી અને અંગ્રેજી લેંગ્વેજ સ્કીલ – ડિસ્ક્રિપ્ટિવ)ના માર્ક જાહેર કરી દેવામાં આવ્યા છે.

PSIની ભરતી માટે લેવામાં આવેલ પેપર-1માં ક્વોલિફાઈડ થયા હોય તેવા કુલ 49,269 ઉમેદવારોએ પેપર 2 માટે લેખિત પરીક્ષા આપી હતી. જે પૈકી 8676 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. જ્યારે 40,593 ઉમેદવારો ડિસ્ક્વોલિફાઈ થયા છે.પેપર-2ની લેખિત પરીક્ષામાં 40 કે તેથી વધુ ગુણ તેમજ 40થી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તેવા ઉમેદવારોનું લિસ્ટ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://gprb.gujarat.gov.in અથવા https://lrdgujarat2021.in પરથી જોઈ શકશે.જો કોઈ ઉમેદવાર પોતાના પેપર-2ના ગુણથી સંતુષ્ટ ન હોય અને રીચેકીંગ કરાવવા માંગતા હોય, તો તેઓ આગામી 10 જાન્યુઆરી, 2026 સાંજે 5 વાગ્યા સુધીમાં અરજી કરી શકશે. એકવાર રીચેકિંગની પ્રક્રિયા પૂર્ણ થશે, તે પછી મેરિટના આધારે 472 ખાલી જગ્યા માટે ભરતીના બે ગણા ઉમેદવારોની યાદી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જારી કરવામાં આવશે. આ સિવાય ભરતી સંબંધિત વધુ માહિતી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ લાબિ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પરથી મેળવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *