નાળોદાનગરના યુવાને પ્રેમપ્રકરણમાં ગળાફાંસો ખાઇ જીવ દીધો
મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું એક વર્ષમાં લઇ ગઇ : તારી સાથે એક વર્ષ રહ્યો તે મારા માટે યાદગાર ક્ષણ
મારા ગયા પછી તને કોઇ હેરાન નહી કરે એટલે હું વીડિયો બનાવું છુ : મારી લાઇફનો આજે બેસ્ટ દિવસ છે… સ્ટેટસ ચડાવી યુવાને દુનિયા છોડી
પ્રેમ એક ખુબ જ સરસ અહેસાસ હોય છે. એક પ્રેમાળ સાથી મળવો એ પણ નસીબની વાત છે. પરંતુ એ વાત પણ સાચી છે જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારેક ને ક્યારેક દગો મળવાની સંભાવના પણ નકારી શકાય નહીં. કેટલાક સંબંધોમાં એવું જોવા મળતું હોય છે કે પ્રેમિકા પ્રેમીને તરછોડે છે તો કેટલાક સંબંધમાં પ્રેમી દગો કરીને સંબંધો લજવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આવું કેમ થતું હશે. કોઈ સંબંધમાં પોતાનું બધુ જ ન્યૌછાવર કરે છતાં એવું તે થાય કે પાર્ટનરને દગો કરી બેસે છે.
આવી જ એક ઘટના રાજકોટ શહેરમા બનવા પામી છે. શહેરનાં હુડકો પોલીસ ચોકી પાછળ નાળોદાનગર શેરી નં 7 બગીચાની સામે રહેતા સંજય ભીખાભાઇ રાઠોડ નામનાં 24 વર્ષનાં યુવાને પ્રેમ પ્રકરણમા દગો મળતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસ મથકનાં હેડ કોન્સ પ્રશાંતસિંહ તપાસ ચલાવી રહયા છે. યુવાને 3 ભાઇમા નાનો અને અપરણીત હતો. અને ડ્રાઇવીંગ કામ કરી પરીવારને મદદરુપ થતો હતો. આપઘાતની ઘટનામા યુવાનનો તેમની પ્રેમીકાને સંબોધીને એક વીડીયો સોશ્યલ મીડીયામા મુકયો હતો જેમા તેમણે કહયુ હતુ કે ઉર્મીલા તારા ફોટા અને તારા વિડીયો મારા મોબાઇલમાથી ડીલીટ કરી નાખ્યા છે.
અને મારી જીંદગીનો બેસ્ટ સમય એ છેલ્લો એક વર્ષનો રહયો છે મને દુનિયાની કોઇ છોકરી રાખી ન શકે તેવી રીતે તે મને રાખ્યો હતો . એવુ નથી કે હુ તારા વગર જીંદગી નહી જીવી શકુ. પણ હવે મને જીવવાનો મન નથી થાતુ. પ્રેમમા કેટલી બધી તાકાત હશે તુ વિચાર કર. મારા માતા – પિતાનો ર4 વર્ષનો પ્રેમ એક વર્ષમા તુ લઇ ગઇ હું છ વર્ષથી જેનાં પ્રેમમા પાગલ હતો તેને પણ હું તારા માટે ભુલી ગયો હતો . મારી ભુલ ચુક થઇ હોય તો મને માફ કરજે. હું એટલે નથી મરતો કે હું કાયર છું. તને પામી ન શકયો તારી સાથે રહી ન શકયો , એ મારી તકલીફ છે. મે છેલ્લે છેલ્લે બધી રીતે જતુ કર્યુ પરંતુ તારુ મન હવે ભરાઇ આવ્યુ હતુ. એટલે હવે હું કાઇ કરી શકુ તેમ નથી. અને તુ આવી શકીશ પણ નહી.
તું કોઇને પામી ન શક તેમને પ્રોમીશ ન આપતી. અત્યારે મારી હાલત એવી થઇ ગઇ છે કે તારો ભાઇ કે તારા પુત્ર પર આવશે ત્યારે તને મારી પરિસ્થીતી સમજાશે. તને કોઇ હેરાન ન કરે માટે આ વીડીયો બનાવુ છું. તેમજ તને બધા સ્ક્રીનશોટ મોકલી દીધા છે તને કઇ તકલીફ પડે ત્યા આ સ્ક્રીનશોટ રજુ કરી દેજે. તારા વગર મારી જીંદગી કાઢી શકુ તેમ નથી. એટલે હું હવે આ દુનીયા છોડીને જાવ છું. આ સમગ્ર વીડીયો ભકિતનગર પોલીસ મથકનાં તપાસ અધીકારી હેડ કોન્સ પ્રશાંતસિંહ પાસે આવતા તેમણે પરીવારજનોનાં તેમજ મૃતકનાં પ્રેમીકાનુ નીવેદન લેવા તજવીજ શરૂ કરી છે.
આજે મારી જિંદગીમાં એક નવો વળાંક આવશે… મૃતકનું છેલ્લું વોટ્સઅપ સ્ટેટસ
મૃતક સંજય રાઠોડે તેનાં પ્રેમીકા ઉર્મિલાને સંબોધીને બનાવ્યો હતો. જે હાલ સોશ્યલ મીડીયામા વાઇરલ થયો હતો. ત્યારે સુત્રોમાથી મળતી માહીતી મુજબ સંજય રાઠોડે તેનાં મૃત્યુ પહેલા સોશ્યલ મીડીયા પર એક સ્ટેટસ અપલોડ કર્યુ હતુ તેમા લખ્યુ હતુ કે આજે મારી જીંદગીનો બહુ સ્પેશ્યલ દીવસ છે. આજે મારી જીંદગી નવો વળાંક લેવાની છે. જે સવારે બધાને કોઇને કોઇ પાસેથી ખબર પડશે. જેને મારા સમાચાર મળે તેઓ સ્ટેટસમા અભિનંદન લખી દેજો મારા માટે અને તે લોકોનો ખુબ ખુબ આભાર જેઓ મારા ખરાબ સમયે મને કામ આવ્યા.
મારે તારી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તું મને છોડીને ચાલી ગઇ
નાળોદા નગરનાં સંજય રાઠોડે આપઘાત પુર્વે તેની પ્રેમીકાને સંબોધતો વીડીયો બનાવી સોશ્યલ મીડીયામા ફરતો થયો છે. આ વીડીયોમા સંજયે વિનંતી કરી હતી કે એક વર્ષમા મને ઘણો બધો પ્રેમ મળ્યો, તારા લાઇફમા હવે કોઇપણ વ્યકિત આવે તેને અઢળક પ્રેમ આપજે. હું આ દુનિયામાથી જાઉ છું તે પહેલા તારા ફોટા મારા મોબાઇલમા હતા તે જોયા તને બહુ યાદ કરી અને આપણે વિતાવેલો સમય પણ મને બહુ યાદ આવ્યો. હું તારી જીંદગીનો એક નાનકડો ટુકડો હતો. મને તારી સાથે લગ્ન કરવા હતા તું જતી રહી એટલે હું કોઇને મોઢુ બતાવી શકુ તેમ નથી. ખોટુ ન લગાડતી હવે હું જાઉ છું.
