ભારત-પાકિસ્તાન મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશના અમ્પાયરો કરશે અમ્પાયરિંગ

ભારતના વિરેન્દ્ર શર્મા, રોહન પંડિત સહિત 10 અમ્પાયરોના નામની જાહેરાત એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજની તમામ મેચો માટે અમ્પાયરો અને મેચ રેફરીઓની જાહેરાત કરવામાં આવી…

ભારતના વિરેન્દ્ર શર્મા, રોહન પંડિત સહિત 10 અમ્પાયરોના નામની જાહેરાત

એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજની તમામ મેચો માટે અમ્પાયરો અને મેચ રેફરીઓની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 અમ્પાયરો આ જવાબદારી સંભાળશે, જ્યારે 2 મેચ રેફરી આ ટુર્નામેન્ટની દરેક મેચ પર નજર રાખશે. ભારતના પણ 2 અમ્પાયરો આ ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરશે.

ટુર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ ભારત-પાકિસ્તાન મેચની કમાન શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 3 અમ્પાયરોને સોંપવામાં આવી છે. ભારતના 2 અમ્પાયર પણ આ ટુર્નામેન્ટનો ભાગ બનશે. પરંતુ બંને ભારતીય અમ્પાયર ભારત-પાકિસ્તાન મહામુકાબલામાં અમ્પાયરિંગ નહીં કરે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ ટુર્નામેન્ટ માટે મેચ ઓફિશિયલ્સની જાહેરાત કરી છે. હાલમાં, ફક્ત ગ્રુપ સ્ટેજ મેચો માટે અમ્પાયરો અને મેચ રેફરીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અમ્પાયરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના રિચી રિચાર્ડસન અને ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટને સમગ્ર ટુર્નામેન્ટ માટે મેચ રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંને સમગ્ર ટુર્નામેન્ટમાં દરેક મેચ પર નજર રાખશે.

આ ટુર્નામેન્ટમાં મોટાભાગની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર રહેશે, જે 14 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ACC એ શ્રીલંકાના રુચિરા પલ્લીયાગુરુગે અને બાંગ્લાદેશના મસુદુર રહેમાનને ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે નિયુક્ત કર્યા છે. અફઘાનિસ્તાનના અહેમદ પક્તીન ટીવી અમ્પાયરની ભૂમિકામાં રહેશે, જ્યારે અફઘાનિસ્તાનના ઈઝતુલ્લાહ સફી ચોથા અમ્પાયર હશે, જે ઓન-ફિલ્ડ અમ્પાયરને સહાય કરશે. એન્ડી પાયક્રોફ્ટ આ મેચમાં મેચ રેફરી હશે.

આ 10 અમ્પાયરો એશિયા કપની મેચોનું નિરીક્ષણ કરશે વીરેન્દ્ર શર્મા અને રોહન પંડિત (ભારત), અહેમદ પક્તીન અને ઈઝતુલ્લાહ સફી (અફઘાનિસ્તાન), રુચિરા પલ્લીયાગુરુગે અને રવિન્દ્ર વિમાલાસિરી (શ્રીલંકા), આસિફ યાકુબ અને ફૈઝલ આફ્રિદી (પાકિસ્તાન), ગાઝી સોહેલ અને મસુદુર રહેમાન (બાંગ્લાદેશ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *