ઉમિયાધામ સિદસર દ્વારા કાલે સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી

શ્રી1ા શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે તમામ પાટીદારો રોજના 1 રૂપિયા લેખે વર્ષના 365 મા ઉમિયાનાં કળશમાં અર્પણ કરશે: મોરબીમાં દસ હજાર મહિલાઓ દ્વારા મહારાસનું આયોજન…

શ્રી1ા શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે તમામ પાટીદારો રોજના 1 રૂપિયા લેખે વર્ષના 365 મા ઉમિયાનાં કળશમાં અર્પણ કરશે: મોરબીમાં દસ હજાર મહિલાઓ દ્વારા મહારાસનું આયોજન વિશ્ર્વ રેકોર્ડ સર્જાશે

કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક, આધ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પરિવારોના ઉત્થાન માટે કટીબધ્ધ છે. ગત 2024 માં મા ઉમિયા પ્રાગટયુના 125 વર્ષ નિમિતે યોજાયેલ શ્રી 1મ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂૂપે ઉમિયાધામ સિદસર સહીત સૌરાષ્ટ્રના 12 જીલ્લાના 70 થી વધુ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિ દ્રારા મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી તેમજ મહાપ્રસાદના આયોજનો ભાદરવી પૂનમ તા. 7 સપ્ટે. ને રવિવારે યોજાશે.

ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી તથા ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા ના જણાવ્યા અનુસાર સિદસરમાં મા ઊમયાના પ્રાગટય દિન એટલે ભાદરવી પૂનમ નિમિતે સૌરાષ્ટ્રભરમાં વસતા પ્રત્યેક કડવા પાટીદાર રોજના 1 રૂૂપિયા લેખે વર્ષના 365 રૂૂપીયા મા ઉમા કળશ યોજનામાં યોગદાન આપી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ચાલતી વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બને તેવી અપેક્ષા સાથે ભાદરવી સુદ પૂનમના દિવસે સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિ દ્રારા દરેક ગામ, તાલુકા મથક અને શહેરમાં મહા કળશ પૂજનના કાર્યક્રમ યોજાશે. જે તે શહેર અને તાલુકા મથક ખાતે ઉમિયા પરિવાર સમિતિ દ્રારા મહા કળશ પૂજનની સાથો સાથ બહેનોના મહારાસ, મા ઊમયાની મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે.

મા ઉમિયાના પ્રાગટયદિન ભાદરવી સુદ પૂનમ નિમિતે અનેક શ્રધ્ધાળુઓ મા ઉમિયાના દર્શન માટે આવે છે સૌરાષ્ટ્રના વિવિધ 30 જેટલા સંધના પદયાત્રીકો ભાદરવી પૂનમે તા. 7 સપ્ટે. રવિવારે સવાર સુધીમાં સિદસર પહોંચશે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદેદારો દ્રારા સિદસર પહોંચતી તમામ પદયાત્રીકોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે. રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, વિગેર સ્થળોએ થી માતાજીની રથ સાથેની પદયાત્રીકોના સંધ સિદસર જવા રવાના થયો છે. પાટીદાર એકતાના પ્રતીક રૂૂપે જુનાગઢથી મા ઉમાખોડલનો રથ પદયાત્રીકો સાથે સિદસર પહોંચશે. ઉમિયાધામ સિદસર ખાતે ભાદરવી પૂનમે યોજાનારા 11 કુંડી મહાયજ્ઞમાં યજમાન તરીકે રાજકોટના ગૌતમભાઇ ધમસાણીયા લ્હાવો લેશે. ભાદરવી પૂનમે ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ શ્રી 1ા શતાબ્દી પૂર્ણાહુતી પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએ મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો જોડાશે.

રાજકોટ ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્રારા ભાદરવી પૂનમ ને તા. 7 સપ્ટે. ના રોજ સાંજે 5 કલાકે સ્પીડવેલ ચોક શ્રીનાથધામ હવેલી પાસે, કેપીએસ કલબ આયોજીત ઉમા કા લાલ ગણપતી મહોત્સવના ગ્રાઉન્ડમાં મહાકળશ પૂજનનું તેમજ 5:45 કલાકે મહારાસનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બહેનો લાલ, કેસરી, પીળા જેવા સૌભાગ્ય ઉત્સવ કલરના સાડી, ડ્રેસ, ચણીયાચોલી માં સજજ થઇ અને ભાઇઓ સફેદ ઝભ્ભો અથવા લાલ કેસરી પીળા વસ્ત્રોમાં સજજ થઇ કાર્યક્રમમાં ભાગ લેશે. સમગ્ર સૌરાષ્ટ્રના તમામ તાલુકા શહેરોમાં સ્થાનીક ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્રારા સમગ્ર આયોજન ને સફળ બનાવવા જહેમત ઉમઠાવી રહી છે. ભાદરવી પૂનમે યોજાનારા આ મહારાસ, મહાઆરતીમાં ભાગ લેવા પાટીદાર ભાઇ-બહેનોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *