ઉબેર યુ ટ્યુબની જાહેરાતમાં અમારા ટ્રેડ માર્કનું અપમાન

આઈપીએલ 2025માં આરસીબી ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ મેદાનની બહાર એક મોટો હોબાળો મચી ગયો છે. RCB એ ઉબેરની જાહેરાત અંગે…

આઈપીએલ 2025માં આરસીબી ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ મેદાનની બહાર એક મોટો હોબાળો મચી ગયો છે. RCB એ ઉબેરની જાહેરાત અંગે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી ગઈ છે. IPL ટીમ RCB એ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. RCB એ Uber પર YouTube જાહેરાતમાં તેના ટ્રેડમાર્કનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની વચગાળાની અરજી પર બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ઉબેર ઇન્ડિયા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે દાવો દાખલ કર્યો હતો કે, ઉબેર મોટોની યુટ્યુબ જાહેરાત તેના ટ્રેડમાર્કનું અપાન કરે છે. આ જાહેરાતનું શીર્ષક Baddies in Bengaluru ft. Travis Head છે. આરસીબીએ કહ્યું કે, વીડિયોમાં મુખ્ય પાત્ર સનરાઇઝર્સ હૈદરાબાદના ક્રિકેટર હેડે તેના ટ્રેડમાર્કનું અપમાન કર્યું છે. જો કે, હાલમાં આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *