રાજકોટના બે યુવાનો છ દિવસ બાઈક ચલાવી મહાકુંભ પહોંંચ્યા

રાજકોટના અક્ષય માકડિયા અને સ્મિત નાગર નામના બે સાહસિક યુવાનોએ માત્ર 6 દિવસમાં 3100 કિલોમીટરની લાંબી બાઇક યાત્રા પૂર્ણ કરી અનોખી સિદ્ધિ મેળવી છે. તેઓએ…

રાજકોટના અક્ષય માકડિયા અને સ્મિત નાગર નામના બે સાહસિક યુવાનોએ માત્ર 6 દિવસમાં 3100 કિલોમીટરની લાંબી બાઇક યાત્રા પૂર્ણ કરી અનોખી સિદ્ધિ મેળવી છે. તેઓએ પોતાની આ મુશ્કેલ અને અવિસ્મરણીય યાત્રા રવિવારની સવારે રાજકોટથી શરૂૂ કરી હતી, જેનો મુખ્ય હેતુ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાપર્વ પવિત્ર મહાકુંભ મેળામાં સ્નાન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હતો.

આ યુવાનોએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને ઉત્તરપ્રદેશ રાજ્યોને પાર કરતાં, કડકડતી ઠંડી, અનિશ્ચિત વાતાવરણ અને પડકારરૂૂપ રસ્તાઓનો સામનો કરીને આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી. તેઓ શુક્રવારે સાંજે સુરક્ષિત રીતે ઘરે પાછા ફર્યા હતા.આ યુવાનોએ સડક સુરક્ષાનું ઉદાહરણ પૂરું પાડતાં, સંપૂર્ણ સલામતી ગિયર જેવા કે હેલ્મેટ, રાઇડિંગ જેકેટ, ગ્લવ્ઝ, ઘૂંટણ અને કોણી માટેના પ્રોટેક્ટર સહિત તમામ જરૂૂરી સાધનો સાથે આ સફર શરૂૂ કરી હતી. તેઓએ જણાવ્યું કે આ યાત્રા માત્ર પ્રવાસ નહિ, પરંતુ તેમની આધ્યાત્મિક શ્રદ્ધા અને સાહસિક જિજ્ઞાસાનો સુભગ સમન્વય હતી. અક્ષય અને સ્મિતની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણાદાયી સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *