દ્વારકાના પાંચ કુલ દરિયા કિનારે બે લોકોને પાણીમાં ડૂબતાં બચાવાયા

ડિઝસ્ટર અંતર્ગત ફાયર સેફટી અને બચાવની કામગીરીની મોકડ્રીલ યોજાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પ્રાંત કાર્યક્ષેત્ર દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ડિઝાસ્ટર અંતર્ગત ફાયર સેફટી અને બચાવની…

ડિઝસ્ટર અંતર્ગત ફાયર સેફટી અને બચાવની કામગીરીની મોકડ્રીલ યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પ્રાંત કાર્યક્ષેત્ર દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ડિઝાસ્ટર અંતર્ગત ફાયર સેફટી અને બચાવની કામગીરીની મોકડ્રીલ પાંચકુલ દરિયા કિનારે હાથ ધરવામાં આવી હતી. જેમાં માન્ય પ્રાંત અધિકારી દ્વારા તમામ વિભાગોને સાથે રાખી આ મોકડ્રીલનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર તેમજ ફાયર વિભાગની ટીમેં ભાગ લીધો હતો. આ કામગીરીનો ઉદેશ્ય ડિઝાસ્ટર વખતે અતિવૃષ્ટિ અથવા તો દરિયાની અંદર ડૂબતા લોકોને કઈ રીતે બચાવવા તે માટેની પ્રેક્ટિસનો હતો.

જેમાં બે વ્યક્તિઓ પાણીની અંદર ડૂબતા હોય તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી આ બચાવની તાલીમ કામગીરી દરમિયાન થયેલી ભૂલોની ચર્ચા કરવામાં આવી સાથે સાથે બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે હોળી, રિમોટ કંટ્રોલ ઉપર ચાલતી ઓટોમેટિક નાની બોટ, લાઈફ જેકેટ, તરવૈયાઓ વગેરેનું પણ ટેસ્ટિંગ કરી વ્યવસ્થિત નિરીક્ષણ કરવામાં આવ્યું. છેલ્લે પ્રાંત અધિકારી દ્વારા તમામને કામગીરી અનુરૂૂપ માર્ગદર્શન આપી આ મોક ડ્રિલની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *