ભાવનગરમાં બે સ્થળેથી 20 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

ભાવનગર એલસીબી પોલીસે બે અલગ સ્થળેથી દરોડો પાડી લાખો રૂૂપિયાનો દારૂૂ ઝડપી લીધો છે. જેમાં ખેટા ખાટલી ગામે 1056 અને ભડભીડ ટોલ નાકેથી 5328 દારૂૂની…

ભાવનગર એલસીબી પોલીસે બે અલગ સ્થળેથી દરોડો પાડી લાખો રૂૂપિયાનો દારૂૂ ઝડપી લીધો છે. જેમાં ખેટા ખાટલી ગામે 1056 અને ભડભીડ ટોલ નાકેથી 5328 દારૂૂની બોટલો પકડાઈ છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલસીબી પોલીસે અલગ અલગ બે બનાવમાં દારૂૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ખેતાખાટલી ગામે તબેલામાંથી અને ભડભીડ ટોલનાકેથી આઈશર ટ્રકમાંથી ચીકુની આડમાં દારૂૂનો જથ્થો પકડી પાડ્યો છે.

ભાવનગરની એલસીબી પોલીસને બાતમી મળતા ખેટા ખાટલી ગામે પાતા વિસ્તારમાં સોલારવાળા રોડ ઉપર વિજય મેરના તબેલાના વાડામાં સંતાડી રાખવામાં આવેલો દારૂૂ સગે કરવામાં આવતો હતો તે દરિમયાન રેડ કરી હતી. પોલીસે સ્થળ ઉપર રેડ કરતા એક બોલેરો પીકપ ગાડીના પાછળના ડાગલા નીચે બનાવેલા ચોરખાનામાંથી 1056 દારૂૂની બોટલ 3,29,472 ની કિંમતની ઝડપી લીધી હતી. પોલીસે કુલ 11,34,472 મુદ્દામાલ અને ભજનલાલ સુખરામ વરાડ નામના રાજસ્થાનવાળા શખ્સને ઝડપી લીધો છે. એલસીબી પોલીસે કુલ ચાર શખ્સો ભજનલાલ સુખરામ વરાડ, પકડવાના બાકી વિજય હમીરભાઇ મેર, નિતેશભાઈ પરમાર અને સુરેશ ભાખરારામ રાજસ્થાનવાળા વિરુદ્ધ વેળાવદર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.

ભાવનગર એલસીબી પોલીસ બીજા બનાવમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી ભાવનગર એક આઇસર ટ્રક GJ04X6539 આગળ મોમાઈ દર્શન લખેલું હોય તેમાં ચીકુની આડમાં દારૂૂનો જથ્થો ભાવનગરમાં ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેને પગલે એલસીબીની ટીમ ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ભડભીડ ટોલનાકા પાસે વોચમાં ગોઠવાય હતી. બાતમીવાળો ટ્રક આવતા જ એલસીબી પોલીસે ઉભો રાખીને તપાસ કરતા તેમાંથી મસ મોટો દારૂૂનો જથ્થો ઝડપાયો હતો.

એલસીબી પોલીસે ભડભીડ ટોલ નાકા પાસેથી ઊભા રાખેલા આઇસર ટ્રકની તપાસ કરતા ચીકુની આડમાં 5328 દારૂૂની બોટલ એટલે 138 પેટી દારૂૂ કુલ 17,09,760 ની કિંમતનો દારૂૂ મળી આવ્યો હતો. પોલીસે રાહુલ સુરેશભાઈ શેલાર સુરતવાળાને ઝડપી લીધો હતો. ત્યારબાદ મોબાઈલ, આઇસર ટ્રક,દારૂૂ મળી ફૂલ પોલીસે 22,14,760 નો મુદ્દામાલ જપ્ત કરીને રાહુલ સુરેશભાઈ સેલાર અને પકડવાના બાકી રહેતા જગદીશ અશોકભાઈ તોગડીયા વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *