ભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયા

ગુજરાત સરકારના ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા માટે ભાવનગર પોલીસ દ્વારા NO DRUGS IN BHAVNAGAR ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર…

ગુજરાત સરકારના ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા માટે ભાવનગર પોલીસ દ્વારા NO DRUGS IN BHAVNAGAR ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ નશાના કારોબારીઓને નેસ્તનાબૂદ કરવાની સૂચનાના પગલે S.O.G. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને મોટી સફળતા મળી છે.

S.O.G.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મોતીબાગ ટાઉન હોલ પાસે, સબ રજીસ્ટ્રાર કચેરીની પાછળ જય ભવાની કેન્ટીન પાસે કેટલાક શખ્સો નશાકારક પદાર્થનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિજયભાઈ રણજીતભાઈ જાદવ (ઉં.વ. 30, રહે. કરચલીયા પરા, રાણીકા ઘંટી પાસે) અને અને મુકેશભાઈ કાવાભાઈ બારૈયા (ઉં.વ. 32, રહે. મામાકોઠા, દિવાનપરા રોડ) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓના કબજામાંથી 400 ગ્રામ સૂકો ગાંજો (કિંમત ₹20,050/-) તથા મોબાઈલ ફોન (કિંમત ₹2,000/-) મળી કુલ ₹22,050/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.યુવાધનને નશાના રવાડે ચઢાવતા આ તત્વો વિરુદ્ધ એન.ડી.પી.એસ. (ગઉઙજ) એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જ.ઘ.ૠ. ના પો.કોન્સ. પાર્થભાઈ ધોળકિયાએ આ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *