ચલાલામાં બસ સ્ટેશન ખાતે બે નર્સિંગ વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડ તથા જ્ઞાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાંભાના મોટા સમઢિયાળા ગામની વિદ્યાર્થીની અમરેલી સ્થિત નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. તેઓ તેમની બહેનપણી સાથે રોજ ગામેથી એસટી બસ દ્વારા આવન-જાવન કરે છે.
ગઈકાલે સાંજે 7:30 કલાકે બંને વિદ્યાર્થિનીઓ ચલાલા બસ સ્ટેશન ખાતે પોતાના ગામ મોટા સમઢીયાળા જવા માટે બસની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન વાવડી ગામના રહેવાસી રધુ રામભાઈ વાળા ત્યાં આવી બંને યુવતીઓની આસપાસ આંટાફેરા મારતા ગંદા ઈશારા કર્યા હતા.
તેમજ તેણે વિદ્યાર્થીનીને અયોગ્ય રીતે સ્પર્શ કરી છેડછાડ કરી હતી અને બંને યુવતીઓને ગાળો આપી હતી. સાથે જ સાઈડમાં આવતી રહે તો બતાવું કેવો છું કહી લુખ્ખાગીરી કરી હતી. મારી નાખવાની ધમકી આપી હતી.
