લોધિકા અને તારાપુરમાં વીજ વાયરની ચોરી કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયા

લોધીકા તાલુકાનાં બાલસર ગામનાં પાટીયા પાસેથી પીજીવીસીએલના 20 થાંભલા પરથી રૂૂા. 1.80 લાખનો વીજ વાયર કાપી તેની ચોરી કરનાર ટોળકીનાં બે સભ્યોને રાજકોટ રૂૂરલ એલસીબીએ…

લોધીકા તાલુકાનાં બાલસર ગામનાં પાટીયા પાસેથી પીજીવીસીએલના 20 થાંભલા પરથી રૂૂા. 1.80 લાખનો વીજ વાયર કાપી તેની ચોરી કરનાર ટોળકીનાં બે સભ્યોને રાજકોટ રૂૂરલ એલસીબીએ ઝડપી લીધા હતા.પુછપરછમાં અન્ય સાત શખ્સોના નામ ખુલ્યા છે.

લોધીકા તાલુકાના ખીરસરા-લોધીકા રોડ, બાલસર ગામના પાટીયા પાસેથી ગઇ તા.05/02/2026 સાંજના છ વાગ્યા થી તા.08/02/2026 વહેલી સવારના આઠ વાગ્યા દરમ્યાન ખીરસરા-લોધીકા રોડ ઉપરના બાલસર ગામના પાટીયાથી હરીપર તરવળા રોડ સુધી પી.જી.વી.સી.એલ. લોધીકા દ્વારા ઉભા કરવામાં આવેલ વીજ પોલનો અંદાજીત 2.4 કી.મી., 100 એમ.એમ. સ્કવેર તેમજ 2-કી.મી. 55 એમ.એમ. સ્કવેર અંદાજીત કિ.રૂૂ.1,80,000 નો એલ્યુમીનીયમ વીજ વાયર, વીજ પોલ ઉપરથી કાપી ઉતારી ચોરી કરી લઈ ગયેલ હોય જેનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી કનીરામ ગુર્જર (રહે. હાલ. કાગદડી, મૂળ, રાજસ્થાન) અને પ્રહલાદ રાઉત (રહે. હાલ. આણંદપર, તા. જામનગર, મૂળ. ઝારખંડ)ની ધરપકડ કરી હતી.

આ બંને આરોપીઓની પૂછપરછમાં રાજસ્થાનના કિશન ગુર્જર, જીવરાજ ઉર્ફે કૈલાશ અને કિશન ગુર્જર ઉપરાંત અન્ય ચાર શખ્સોની સંડોવણી ખુલી છે. જેમને ઝડપી લેવા એલસીબીએ તજવીજ શરૂૂ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી રૂૂા. 1.80 લાખનો ચોરાઉ વાયર અને બે છે. જે હવે આગળની તપાસ કરશે. મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. આ ટોળકીએ 09-10/02/2026 ના રાત્રિના તારાપુર હાઇવે પાસેથી પણ વીજવાયરની ચોરી કર્યાની કબૂલાત આપી છે. એલસીબીએ બંને આરોપીઓનો કબ્જો મેટોડા જીઆઈડીસી પોલીસને સોંપી દીધો હતો.

રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, કે.એમ.ચાવડા, પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ.બાલકૃષ્ણ ત્રીવેદી, રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહીતભાઇ બકોત્રા, પો.હેડ કોન્સ.છત્રપાલસિંહ જાડેજા પો.કોન્સ. કિશોરભાઈ કુગશીયા,ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ સિહારે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *