ભરૂૂચની સાયખા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી જેમાં વિશાલ્યકર ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થતા 2 શ્રમિકના મોત થયા છે, ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે, બ્લાસ્ટ એટલો મોટો હતો કે આસપાસની કંપનીઓને પણ નુકસાન થયું છે, ફાયર બ્રિગ્રેડે આગ પર કાબુ તો મેળવી લીધો છે પણ હજી મોત વધે તેવી આશંકા પણ સેવાઈ રહી છે.
ભરૂૂચની કંપનીમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યુ હતુ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને કંપનીના કેટલાક લોકો આગમાં અંદર હોવાની આશંકાએ શોધખોળ કરાઈ છે, ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે ઘટના સ્થળે જઈ તપાસ શરૂૂ કરી હતી, આસપાસની કંપનીના કામદારોને પણ ઈજા થઈ હોવાની વાત સામે આવી છે. સાયખા જીઆઈડીસીની વિશાલ્યકરની ફાર્માકેમ કંપનીમાં રાત્રિએ બોઈલરમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા હતા.
અને પાણી અને ફોર્મનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગના પગલે હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ, પોલીસ, એસડીએમ,મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબુમાં આવતા કુલિંગ પ્રક્રિયા કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. આસપાસની કંપનીના કામદારો અને સિક્યુરિટી મળી 18 લોકોને નાની મોટી ઈજા થઈ છે અને હજુપણ અન્ય કામદારો અંદર હોવાની આશંકાએ શોધખોળ શરૂૂ કરાઈ છે, બ્લાસ્ટના પગલે કંપનીનો સમગ્ર ઓપનર બળીને ખાખ થયો છે અને આસપાસની 4 થી 5 કંપનીઓના સ્ટેક્ચરને પણ નુકસાન થયું છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
