અમેરિકામાં 140 કિલો કોકેઇન સાથે ભારતીય મૂળના બે ડ્રાઇવર ઝડપાયા

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં મોટી માત્રામાં ડ્રગ્સની દાણચોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ માહિતી આપી છે કે એક ટ્રકમાંથી 309…

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં મોટી માત્રામાં ડ્રગ્સની દાણચોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ માહિતી આપી છે કે એક ટ્રકમાંથી 309 પાઉન્ડ (લગભગ 140 કિલો) કોકેન મળી આવ્યું છે. આ કેસમાં ભારતીય મૂળના બે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન અધિકારીઓને સેમી-ટ્રકની સ્લીપર બર્થમાં છુપાયેલ કોકેઈનનો મોટો ક્ધસાઈનમેન્ટ મળ્યો. પ્રાપ્ત થયેલ કોકેઈનનો જથ્થો એટલો વધારે હતો કે અધિકારીઓ માને છે કે તે 1.13 લાખથી વધુ અમેરિકનોને મારવા માટે પૂરતું હતું.

ધરપકડ કરાયેલા બંને વ્યક્તિઓ ભારતના નાગરિક છે. એકની ઓળખ 25 વર્ષીય ગુરપ્રીત સિંઘ તરીકે કરવામાં આવી છે. તે 11 માર્ચ, 2023ના રોજ એરિઝોના મારફતે ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશ્યો હતો. બાદમાં બિડેન સરકાર દરમિયાન તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

બીજાની ઓળખ 30 વર્ષીય જસવીર સિંહ તરીકે થઈ છે. તે માર્ચ 2017 માં કેલિફોર્નિયા થઈને યુએસમાં પ્રવેશ્યો હતો. આશ્ચર્યજનક રીતે, તે બંને પાસે કેલિફોર્નિયા રાજ્ય દ્વારા જારી કરાયેલ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *