ગુજસીટોકના આરોપી અને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પતિના ઘરે બે કલાક ઝડતી, ચાર પ્રોપર્ટી દસ્તાવેજ મળ્યા

ગુજસીટોક ગુનામાં ફરાર જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાનાં ઘરની પોલીસે ઝડતી લઈ 4 પ્રોપર્ટીનાં દસ્તાવેજ કબજે કરી ચકાસણી હાથ ધરી છે. વિદેશી દારૂૂની હેરફેર માટે…

ગુજસીટોક ગુનામાં ફરાર જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાનાં ઘરની પોલીસે ઝડતી લઈ 4 પ્રોપર્ટીનાં દસ્તાવેજ કબજે કરી ચકાસણી હાથ ધરી છે. વિદેશી દારૂૂની હેરફેર માટે ટ્રક સહિતના વાહનોના ખોટા દસ્તાવેજ, જીએસટી બિલ બનાવી 86 આર્થિક ગુના આચરનાર ધીરેન ઉર્ફે ડીકે ઉર્ફે ડીકે અમૃતલાલ કારીયા તથા તેની ગેંગનો ઝાંઝરડા રોડ પરના દિપાલી પાર્કમાં રહેતો ઉદય નરોતમભાઇ દવે, ગાંધીગ્રામનો સમીર ડોસા કોડીયાતર, વિપુલ ઉર્ફે ભૂપત ઉર્ફે કડી સુરા સુત્રેજા,ભાવેશ ઉર્ફે ભાવલો માલદે બંધીયા, અજય રૂૂડા કોડીયાતર, કીરીટ ઉર્ફે કીડો ભગા છેલાણા અને ભુપત પુંજા કોડીયાતર સહિત 8 શખ્સ વિરુદ્ધ ગઈ તા. 21 એપ્રિલે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ઉદય નરોતમ દવે, વિપુલ ઉર્ફે ભુપત ઉર્ફે કડી, અજય રૂૂડા કોડીયાતર અને ભાવેશ ઉર્ફે ભાવલો માલદે બંધીયાની ધરપકડ કરવામાં આવી હતી. અને રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાની ટીમ ફરાર ગેંગ લીડર ધીરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી. કે. શેઠ અમૃતલાલ કારીયાના જૂનાગઢનાં રાયજીબાગમાં આવેલ નોબલ પ્લેટિનિયમ ખાતેના ઘરે પહોંચી હતી અને 2 કલાક ઝડતી કરી તપાસ હાથ ધરતા 2 ફ્લેટ, 2 દુકાનના દસ્તાવેજ મળી આવતા કબજે લીધા હતા. ડીવાયએસપી ધાંધલ્યાએ જણાવ્યું કે, ધીરેનના ઘરેથી મળી આવેલા પ્રોપર્ટીના દસ્તાવેજની ચકાસણી હાથ કરવામાં આવી છે. અને સાથે સાથે ધીરેન ઉપરાંત સમીર ડોસા કોડીયાતર, કિરીટ ઉર્ફે કીડો ભગા છેલાણા અને ભુપત પુંજા કોડીયાતરને ઝડપી લેવા તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *