ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર વહન બદલ બે ડમ્પરને પકડી અંદાજીત રૂૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ખનીજના ગેરકાયદેસર વહન બદલ વેરાવળ તાલુકાના ઇન્સાફ કાંટા ખાતેથી એક ડમ્પર નંબર GJ-18-AZ-2780 તેમજ સોમનાથ બાયપાસ ખાતેથી એક ડમ્પર નંબર GJ-10-W-6705 સાદી રેતીના ગેરકાયદેસર વહન બદલ પકડવામાં આવ્યાં હતાં.આ તમામ મુદ્દામાલ કલેક્ટર કચેરી ક્મ્પાઉન્ડ, ઇણાજ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.