જોડિયા પંથક માંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા

જામનગર જિલ્લા ના જોડીયા પોલીસ સ્ટેશન ના સ્ટાફે ગેરકાયદે રેતી ની હેરાફેરી કરી રહેલા બે વાહનો કબજે કર્યા છે. સાથે રેતી નો જથ્થો પણ સીઝ…

જામનગર જિલ્લા ના જોડીયા પોલીસ સ્ટેશન ના સ્ટાફે ગેરકાયદે રેતી ની હેરાફેરી કરી રહેલા બે વાહનો કબજે કર્યા છે. સાથે રેતી નો જથ્થો પણ સીઝ કર્યો છે.

જોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર માંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ પરમીટ કે કોઇ આધાર પુરાવા વગર ઓવરલોડ રેતી ભરેલ (ટ્રક) ડમ્પરો અન્વયે ચેકીંગ કર્યું હતું. જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.રાજપુત તથા સ્ટાફના માણસો એ જોડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર એવા બાલંભા વિસ્તાર તથા કેશીયા ગામે થી ગેરેકાયદેસર રીતે રોયલ્ટી પાસ પરમીટ વગર ઓવરલોડ રેતી ભરી વહન કરતા જીજે – 10 – ટીટી – 8529 તથા જીજે – 13 – ડબલ્યુ – 1593 નંબર ના બે ડમ્પરો ( કિં.રૂૂ.14,00,000 ) તથા બન્ને વાહનોમાં ગેરકાયદેસર ભરેલ સાદી રેતી આશરે કિ. રૂૂ.2,30,000 મળી કુલ કિ. રૂૂ.16,30,000 ની કિંમત નો મુદામાલ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *