રાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યા

ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો…

ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો સાયબર પોલીસ મથકમાં પહોંચ્યો હતો. સાયબર ગઠીયાઓ પોલીસના કપડામાં વીડિયો કોલિંગ કરી શિક્ષક દંપતી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા રાજકોટથી બે આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

અંકલેશ્વર જુના દીવા રોડ ઉપર આવેલ નીલ માધવ રેસીડેન્સીના મકાન નંબર 26 માં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન મોતીભાઈ રોહિતે ભરૂૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 4 મે, રવિવારના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં વીડિયો કોલ આવ્યો હતો. વિડિયો કોલિંગ કરનારે પોલીસના કપડાં પહેરલ હતા અને પોતાની ઓળખ સાયબર ક્રાઈમ દિલ્લીના પોલીસ અધિકારી વિનયકુમાર તરીકે આપી હતી અને મને તથા મારા પતિ મોતીભાઈ રોહિતને કહ્યું હતું કે દિલ્લીમાં નરેશ ગોયલ નામના ઇસમે 2 કરોડનું સાયબર ફ્રોડ કર્યું છે જેના 20 ટકા તમારા ખાતામાં આવ્યા છે જેના અનુસંધાને આપની
ધરપકડ કરવા સિવિલ ડ્રેસમાં પોલીસ તમારા ઘરની આજુબાજુ પહોંચી ગઈ છે. અમે વીડિયો કોલ કરનાર વ્યક્તિને સાચો પોલીસ અધિકારી માનીને ગભરાઈ ગયા હતા.

દરમિયાન વીડિયો કોલિંગ કરનારે કહ્યું હતું કે પ્રેમીબેનના બેન્ક એકાઉન્ટમાં 7,50,000 બેલેન્સ છે અને મોતીભાઈના બેન્ક એકાઉન્ટમાં 8,50,000 જેટલું બેલેન્સ છે. આ બંન્ને બેંક એકાઉન્ટમાં ઝિરો બેલેન્સ કરવું પડશે તેમ કહી તમામ રકમ બંસીલાલ ટ્રેડર્સ નામના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી હતી. આ મામલામાં ભરૂૂચ સાઈબર ક્રાઈમ પોલીસે બંસીલાલ ટ્રેડર્સ નામનું એકાઉન્ટ ધરાવાત રાજકોટના બે આરોપી અદનાન હૈદરઅબ્દુલ મોગલ(રહે.મોચીનગર,શીતલપાર્ક નજીક રાજકોટ) તથા રાહુલ જગદીશ જાદવ(રહે.પુનિતનગર,જામનગર રોડ)ની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *