ગોંડલમાં જીવંત વાયર તૂટી પડતા બે ગૌમાતાના કરૂણ મોત

ગૌસેવકોનો પીજીવીસીએલ સામે આક્રોશિત વિરોધ, જોખમી વીજ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારાની ઉગ્ર માંગ ગોંડલ શહેરના ભોજપરા વિસ્તારમાં બનેલી દુ:ખદ અને ચિંતાજનક ઘટનાએ શહેરભરમાં ભારે રોષ અને…

ગૌસેવકોનો પીજીવીસીએલ સામે આક્રોશિત વિરોધ, જોખમી વીજ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારાની ઉગ્ર માંગ

ગોંડલ શહેરના ભોજપરા વિસ્તારમાં બનેલી દુ:ખદ અને ચિંતાજનક ઘટનાએ શહેરભરમાં ભારે રોષ અને વ્યથા ફેલાવી છે. મોડી રાત્રીના સમયે 11 કેવી હાઇટેન્શન વીજ લાઇનનો જીવંત તાર અચાનક ધરાશાયી થતા બે નિર્દોષ ગૌમાતાઓ વીજ પ્રવાહની ઝપેટમાં આવી ગયા હતા. ગંભીર રીતે દાઝી જતા બન્ને ગાયોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ રૂડી ગયા હતા. આ બનાવને લઇને સ્થાનીકોમાં વીજ વિભાગ પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી વીજ વાયરો જર્જરીત અને જોખમી હાલતમાં હોવા છતાં સંબંધીત વિભાગ દ્વારા યોગ્ય દેખરેખ અથવા મરામત હાથ ધરવામાં આવી નહોતી. લોકોમાં એવીપણ ચર્ચા ઉઠી છે કે જો આ જીવંત તાર કોઇ રાહદારી બાળક અથવા વાહન ચાલક પર પહયો હોત તો અત્યંત ગંભીર જાનહાની સર્જાઇ શકી હોત.

આ કરૂણ ઘટનાના પગલે શ્રી રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ ગોંડલ સહીત વિવિધ ગૌપ્રેમી સંસ્થાઓ અનેક ગૌસેવકો દ્વારા પીજીવીસીએલ કચેરીએ પહોંચી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગૌસેવકોએ રામુન સાથે પ્રતિકાત્મક આંદોલન કરી વીજ વિભાગની બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી હતી. ગૌસેવકો દ્વારા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને લેખીત રજુઆત પાઠવી શહેરમાં આવેલા જોખમી 11 કેવી વીજ તારનું તાત્કાલીક ધોરણે સમારકામ કરવા માંગણી કરવામાં આવી હતી.

ઉપરાંત ટ્રાન્સફાર્મર આસપાસ સુરક્ષા માટે લોખંડની જાળી તથા ફેન્સીંગ ગોઠવવાની માંગ પણ કરવામાં આવી હતી. ગૌસેવકોએ સ્પષ્ટપ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં લટકતા વીજવાયરો ખુલ્લા ટ્રાન્સફોર્મર અને જોખમી વીજ સુવિધાઓ અંગે યોગ્ય અને કાયમી નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન અને જનવિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *