સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં નહાવા પડેલા બે બાળકોના મોત

મૃતક મામા-ફઈના ભાઈઓ, પરિવારોમાં શોકનો માહોલ સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે.તો બીજી તરફ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સુરેન્દ્રનગરના ગૌતમગઝ નજીક ભોગાવો…

મૃતક મામા-ફઈના ભાઈઓ, પરિવારોમાં શોકનો માહોલ

સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે.તો બીજી તરફ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સુરેન્દ્રનગરના ગૌતમગઝ નજીક ભોગાવો નદીમાં બે બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે બે ભાઈઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. અચાનક તેઓ વધુ અંદર ખેંચાઈ ગયા હતા. બન્ને મામા- ફઈના ભાઈઓ હતો.

બન્ને બાળકોની ઓળખ કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ છે. બાળકો અચાનક ડૂબતા તેમણે બૂમો પણ મચાવી હતી, પણ કમનસીબે તેમનો જીવ બચ્યો નહોતો. બન્ને બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બાળકો ડૂબવાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કરી હતી.
ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *