ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ

વાહનમાં આગ લાગવાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજે ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા…

વાહનમાં આગ લાગવાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજે ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા છે. જો કે, બંને બનાવોમાં કોઈ જાનહાની થવા પામી નથી.

ટંકારાના નેકનામ પડધરી રોડ પર એસેન્ટ કારમાં આજે અચાનક આગ લાગી હતી. જે અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જે બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જયારે બીજા બનાવમાં બંગાવડી નજીક કારમાં આગ ભભૂકી હતી. જોકે કારમાં સવાર પરિવાર સમય સુચકતા દાખવી સમયસર બહાર નીકળી ગયો હતો. જેને કારણે કોઈ જાનહાનિ થવા પાણી નથી. ત્યારે બન્ને બનાવમાં કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. જોકે બનાવોમાં કોઈને જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *