પીપળિયા ચાર રસ્તા નજીક ભેળસેળ યુક્ત પેટ્રોલિયમના જથ્થા સાથે બે પકડાયા

  માળીયા (મિં) ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-2500 કી.રૂૂ.1,75,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂૂ.72,25,000/- ના મુદામાલ સાથે બે…

 

માળીયા (મિં) ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-2500 કી.રૂૂ.1,75,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂૂ.72,25,000/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી એલસીબી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી પોલીસ સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, પીપળીયા ચોકડીથી આગળ રાધેક્રિષ્ના હોટલ પાછળ આવેલ પોતાના ડેલામાં આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળા ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેંકરમાં ભરી બહારથી આવતી ટ્રકોમાં ભરી આપે છે. અને હાલે આ પ્રવૃતિ ચાલુ છે જે બાતમીના આધારે પીપળીયા ચોકડીથી માળીયા (મિં) તરફ જતા રસ્તે આવેલ તેના ડેલામાં રેઇડ કરતા બીલ આધારપુરાવા વગરના કુલ કી.રૂૂ. 72, 25,000/- ના મુદામાલ સાથે બે ઇસમો મળી આવતા બી.એન.એસ. એસ. કલમ-106(1) મુજબ કબજે કરી માળીયા(મિં) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *