મોરબી જિલ્લામાં વધુ સવા બે ઈંચ વરસાદ થતા મજોકઠામાં પાણી પાણી

મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી શરુ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ તેમજ આખી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારથી સોમવારે સવાર સુધી 24…

મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી શરુ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ તેમજ આખી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારથી સોમવારે સવાર સુધી 24 કલાકમાં માળિયા તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત અન્ય ચાર તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો તેમજ સોમવારે સવારથી સાંજ સુધીમાં જીલ્લામાં અડધાથી સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

રવિવારે સવારે 6 થી સોમવારે સવારે 6 સુધીના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં 116 મીમી, મોરબી તાલુકામાં 85 મીમી, ટંકારા તાલુકામાં 64 મીમી, વાંકાનેર તાલુકામાં 31 મીમી અને હળવદ તાલુકામાં 62 મીમી વરસાદ વરસ્યો છે મોરબી જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવા ઈંચથી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ સોમવારે સવારે 6 થી સાંજે 4 સુધીમાં માળિયા તાલુકામાં 55 મીમી, મોરબી તાલુકામાં 24 મીમી, ટંકારા તાલુકામાં 12 મીમી, વાંકાનેર તાલુકામાં 11 મીમી અને હળવદ તાલુકામાં 23 મીમી વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *