બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના બે કાર્યકરોને ધમકી, ચાર વિધર્મી સામે ગુનો નોંધાયો

ઈન્સ્ટાગ્રામ મારફતે હિન્દુ દેવી-દેવતાની અભદ્ર ટીપ્પણી કરનાર જંગલેશ્ર્વરના નામચીન શખ્સ સહિત ચારની શોધખોળ શહેરના કોઠારિયા રોડ ઉપર રહેતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરને…

ઈન્સ્ટાગ્રામ મારફતે હિન્દુ દેવી-દેવતાની અભદ્ર ટીપ્પણી કરનાર જંગલેશ્ર્વરના નામચીન શખ્સ સહિત ચારની શોધખોળ

શહેરના કોઠારિયા રોડ ઉપર રહેતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરને જંગલેશ્વરમાં રહેતા સુલતાન નામના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ધારક સહીત 4 વિધર્મીઓએ છત્રપતી શીવાજી તેમજ હિંદુ દેવી દેવતા ઉપર અભદ્ર કોમેન્ટ કરી હોય જે વિડીયો ડીલીટ કરવાનું કહેતા ચાર શખ્સોએ ધમકી આપી હોય આ મામલે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાઈ છે. સુલતાન નામના શખ્સનો કોન્ટેક્ટ કરી વિડીયો ડિલીટ કરી નાંખવા સમજાવતા ઇન્સ્ટાગ્રામ કોલ કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી, હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિશે ગાળા -ગાળી કરી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કોઠારીયા રોડ રણુજા મંદીર પાસે ભુવનેશ્વરી સોસાયટી શેરી નં.01, બ્લોક નં.1 0માં રહેતા નર્સીગ હોમ તથા સમાજ સેવા કરતા રાજકોટના વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર જીતેન્દ્રભાઇ રમણીકલાલ વેગડાએ નોંધાવેલી ફરિયાદ માં જંગલેશ્વરના સુલતાન સહિત ચાર ઇન્સ્ટાગ્રામ આઈ.ડી ધારકના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે દશેક દિવસ પહેલા બજરંગ દળ અમદાવાદના કાર્યકર્તા આશુસિંહ વિનોદસિંહ સિકરવારનો ફોન આવેલ અને તેણે મને જણાવેલ કે, સુલતાન નામની આઈડી ધારક કોઇ વ્યક્તિએ છત્રપતી શીવાજીના આદર્શ અંગેના મરાઠી ભાષાના વિડીયોમાં એડીટીંગ કરી વિડીયો ઉપર ગુજરાતીમાં અભદ્ર ભાષામાં લખાણ લખી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.માં રી-પોસ્ટ કરી વાયરલ કરેલ છે અને આ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી વાળાનો ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક્ટ કરી આવા વિડીયો અપલોડ ન કર વા સમજાવતા આ વ્યક્તિ સમજેલ નહિ અને આ ઇન્સ્ટાગ્રામ સુલતાન નામનું આઈ.ડી વાળો શખ્સે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલ વિડીયો ટેગ કરીને તેની નીચે હિન્દુ ધર્મના રામ ભગવવાન વિશે ભુંડી કોમેન્ટ કરી તેમજઆશુસિંહને ગાળો લખી ઇન્સ્ટાગ્રામમાં પર્સનલ મેસેજમાં મોકલેલ છે. તેમ વાત કરી આ ઇન્સ્ટા ગ્રામ આઈ.ડી વાળો વ્યક્તિ રાજકોટનો હોવાનું કહી અશુંસિંહે આ વ્યક્તિને આવા વિડીયો અપલોડ ન કરવા સમજાવવા જણાવેલ હતું.

જેથી જીતેન્દ્ર ભાઈએ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ધારકને મેસેજ તથા ઇન્સ્ટાગ્રામ કોલથી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરેલ દરમ્યાન જીતેન્દ્રભાઈએ તેને આ વિડીયો ડિલીટ કરી નાંખવા સમજાવતા આ વ્યક્તિએ પોતાનું નામ સુલતાન હોવાનું કહી કોલ ઉપર તેમને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી, હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિશે ગાળા-ગાળી કરવા લાગેલ અને આ વ્યક્તિ મારી વાત સ મજતો ન હોય જેથી કોલ કટ કરી નાંખેલ હતો અને જીતેન્દ્રભાઈએ તેના મિત્ર કોઠારી યા રોડ ઉપર રહેતા નીમેશ ઉર્ફે નયનભાઈ ભાંભર (પટેલ)ને ફોન કરી સુલતાનને આ વિડીયો અપલોડ ન કરે તે માટે સમજાવવા વાત કરેલ હતી. ત્યારે s.u.l.t.a.n.2.2.2 , royal. bhatti. 47 (anwar bhatti) , aamirmalik3852 (Aamir Malik) , asifpiparvadiya 313 (Asif Y Piparvadiya)એ પણ જીતેન્દ્રભાઈ તેમજ તેના મિત્ર નીમેશ ઉર્ફે નયનભાઈ ભાંભરને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેમજ પર્સનલ વોઇસ મેસેજ દ્વારા પોતાને તથા પોતાના પરિવારને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી, બજરંગ દળ તથા ગૌ-રક્ષ કને ઉદ્દેશી, હિન્દુ ધર્મના હનુમાનજી તથા ભોલેનાથ વિશે અભદ્ર ભાષામાં ગાળા-ગાળી કરતી ઓડીયો ક્લીપ મોકલેલ અંતે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ચારેય આઈડી ધારક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *