સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્ત

  સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનીટ્રેપ, અપહરણ અને એક કરોડ રૂૂપિયાની ખંડણીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹23.75…

 

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનીટ્રેપ, અપહરણ અને એક કરોડ રૂૂપિયાની ખંડણીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹23.75 લાખ રોકડા, બે મોબાઈલ ફોન અને એક બ્રેઝા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે LCBને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ-અલગ ટીમો બનાવી હતી.

આ ટીમો સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કરોડ રૂૂપિયાની ખંડણીના હનીટ્રેપ અને અપહરણના ગુનામાં પકડવાના બાકી આરોપીઓને શોધી રહી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં અરબાઝખાન હયાતખાન મલેક (રહે.અખીયાણા, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર) અને અમનખાન મહેબુબખાન મલેક (રહે.ઇંગરોડી, તા.લખતર, જિ.સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે. આ ગુનામાં કુલ છ આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાં એક મહિલા, તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક, સાહીલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક, આશીફખાન મોહબતખાન મલેક, અરબાઝખાન હયાતખાન મલેક અને અમનનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹23,75,000 રોકડા, ₹40,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹5,00,000ની કિંમતની એક બ્રેઝા ગાડી જપ્ત કરી છે. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ ₹95,50,000 રોકડા રિકવર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *