તુષાર ધોળકિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન

ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા કેટલાક ઈંઅજ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી અધિકારીઓની બદલીની માહિતી આપી છે. રાજ્ય સરકારની…

ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા કેટલાક ઈંઅજ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી અધિકારીઓની બદલીની માહિતી આપી છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડને નવા ચેરમેન મળ્યા છે. તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે.


ગુજરાત સરકારે તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન બનાવ્યા છે. પહેલા ગૌણ સેવાનો વધારાનો ચાર્જ આઈએએસ અધિકારી કમલ દાયાણી પાસે હતો. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. તુષાર સુમેરા વર્તમાનમાં ભરૂૂચના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા, હવે તેમને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે.જ્યારે ગૌરાંગ એસ મકવાણાની બદલી કરી તેમને ભરૂૂચના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડીપી દેસાઈની રાજકોટથી બદલી કરી અમદાવાદ ઔડાના ઈઊઘ બનાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *