34000થી વધુ લોકો, 180 ક્રેઇન સહિત 480 હેવી ઇક્વિપમેન્ટ જોડાયા
નયારા એનર્જીએ તેની વાડીનાર રિફાઇનરી ખાતે નિર્ધારિત સમય મુજબ વર્ષ 2026નું ટર્નઅરાઉન્ડ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ભારતની એક જ સ્થળ પર આવેલી બીજા ક્રમની સૌથી મોટી રિફાઇનરીમાં મહત્વપૂર્ણ મેઇન્ટેનન્સ, અપગ્રેડ્સ અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિશ્વભરમાં વણસેલી ભૂરાજકીય પરિસ્થિતિમાં કંપનીએ આ ટર્નઅરાઉન્ડ કામગીરી પૂરી કરી હતી જે સતત પુરવઠો ખોરવાયા વિના આટલી મોટી સ્તરની કામગીરી કરવાની કંપનીની ઓપરેશનલ ક્ષમતા અને કાર્યક્ષમતા દર્શાવે છે.
ભારતમાં અને ભારત માટે કામ કરી રહેલી નયારા એનર્જી દેશની ઊર્જા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. કંપની ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતામાં લગભગ 8 ટકા અને તેના રિટેલ ફ્યુઅલ નેટવર્કમાં આશરે 7 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત તે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પણ તેની હાજરી વધારી રહી છે. કંપનીની આ ક્ષમતાના કેન્દ્રમાં છે વાડીનાર રિફાઇનરી, જે સ્થાનિક સ્તરે વધી રહેલી ઊર્જા જરૂૂરિયાતોને પૂરી કરવા માટે કંપનીની ક્ષમતાને મજબૂત બનાવે છે. આટલી મોટી અને જટિલ કામગીરીને જોતાં વિશ્વસનીયતા, સુરક્ષા અને લાંબા ગાળા સુધી કામગીરી ચાલુ રહે તે માટે રિફાઇનરીમાં સમયાંતરે આયોજનબદ્ધ રીતે જાળવણી અને નિરીક્ષણની કામગીરી જરૂૂરી બની જાય છે.
દેશમાં ઊર્જા સતત ઉપલબ્ધ રહે તે માટે આ કામગીરી ખૂબ જ આવશ્યક છે. વર્ષ 2026નું ટર્નઅરાઉન્ડ આ જ ઓપરેશનલ શિસ્ત દર્શાવે છે. આ કામગીરી ઓપરેશન્સ, મેઇન્ટેનન્સ, સેફ્ટી, પ્રોક્યોરમેન્ટ, લોજિસ્ટિક્સ અને વર્કફોર્સ મેનેજમેન્ટ જેવા વિવિધ વિભાગોમાં આયોજન પૂર્વકના સંકલિત પ્રયાસો દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ટર્નઅરાઉન્ડમાં 34,000થી વધુ લોકો જોડાયા હતા અને તેમાં 180 ક્રેઇન્સ સહિત લગભગ 480 હેવી ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આટલી વ્યાપક કામગીરી ઓન-ગ્રાઉન્ડ સિસ્ટમ્સ અને ટેક્નોલોજી સંચાલિત સહયોગ દ્વારા શક્ય બની હતી, જેમાં 35,000થી વધુ કર્મચારીઓ માટે એઆઈ સંચાલિત ક્રાઉડ મૂવમેન્ટ મેનેજમેન્ટ, કામના સ્થળે લગભગ 4.5 લાખ ભોજનની વ્યવસ્થા અને પડકારજનક પરિસ્થિતિમાં કામ કરી રહેલી ટીમને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થાઓ સામેલ હતી.
