કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતા રહો: નરેશ પટેલ

ખોડલધામ મંદિરે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલ સંસ્થાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-…

ખોડલધામ મંદિરે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલ સંસ્થાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને તાજેતરમાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓ/કર્મચારીઓના ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન તારીખ 8 માર્ચ 2026 ને રવિવારના રોજ કાગવડ સ્થિત સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થામાંથી તાલીમ મેળવી સરકારી નોકરીમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે 1 હજારથી વધુ ક્લાસ 1,2,3,4ના અધિકારીઓ/કર્મચારીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂૂઆતમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમુખ હરેશભાઈ પરસાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની વિધિવત શરૂૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને પોલીસ કોન્સ્ટેબલ, PSI, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હાઇકોર્ટ આસિસ્ટન્ટ, બેલીફ, આસિસ્ટન્ટ એન્જિનિયર, ફોરેસ્ટ ગાર્ડ, શિક્ષણ વિભાગ, ક્ધડક્ટર, તલાટી કમ મંત્રી, વિદ્યુત વિભાગ, કોર્પોરેશન ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, STI, DYSO અને પોસ્ટ વિભાગ સહિતની સરકારી નોકરીઓમાં સફળતા મેળવનાર 160 જેટલા યુવક-યુવતીઓને શિલ્ડ આપીને નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લેઉવા પટેલ સમાજના આશરે 50 જેટલા ક્લાસ-1 અધિકારીઓને શિલ્ડ આપીને નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સન્માનિત કરાયા હતા. ત્યારબાદ 130થી વધુ ક્લાસ-2 અધિકારીઓ, 400થી વધુ ક્લાસ-3 કર્મચારીઓનું પણ શિલ્ડ આપીને સન્માન કરાયું હતું.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારીમાંથી કર્મયોગી કેમ બનવું તે ખૂબ મહત્વની બાબત છે. આપ સૌ કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતાં રહો તેવી મા ખોડલને પ્રાર્થના કરું છું. આજે મહિલા દિવસ પણ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ પણ સન્માનિત થઈ છે ત્યારે સૌ મહિલાઓને પણ શુભેચ્છા પાઠવું છું.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકારી અધિકારી કે કર્મચારી બનવામાં ખૂબ જ મહેનત અને નિષ્ઠાની જરૂૂર પડતી હોય છે. નરેશભાઈ પટેલનો ઉદ્દેશ્ય છે કે ખોડલધામ ટ્રસ્ટના માધ્યમથી નાનામાં નાના વ્યક્તિને મદદરૂૂપ થવું. ત્યારે આટલી મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓઓ અને કર્મચારીઓ વિવિધ વિભાગોમાં પ્રસ્થાપિત થયા છે ત્યારે ખોડલધામનો આ ઉદ્દેશ્ય સાકાર થયો છે.

આ તકે સરકારી અધિકારી એવા ગુજરાત માધ્યમિક અને હાયર સેક્ધડરી બોર્ડના વાઈસ ચેરમેન અનિલભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, 2024માં અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ મેળવનાર વિજેતાઓ અંગે ઉદાહરણ આપતાં વિકાસમાં વિવિધ સંસ્થાઓની શું ભૂમિકા છે તે અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈપણ દેશનો વિકાસ થાય છે તેમાં સરકાર કરતાં વધુ ભૂમિકા સંસ્થાઓની છે. અહીં ઉપસ્થિત સૌ સરકારી કર્મચારીઓ રાષ્ટ્રને અને રાજ્યને મજબૂત બનાવવા આપણી પાસે આવતા અરજદારોને સંતોષકારક જવાબ આપીએ અને જવાબદારી સાથે કામ કરીએ. સાથે જ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો આભાર વ્યક્ત કરું છું કે, આજે અહીં અમને સૌને એકત્રિત થવાનો અવસર આપ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને સફળ થનાર યુવતીઓએ ભગવાન રામની પ્રતિમા આપીને નરેશભાઈ પટેલનું સન્માન કર્યું હતું. જ્યારે સન્માન સમારોહની આયોજક ટીમે આકર્ષક પેઈન્ટિંગ નરેશભાઈ પટેલને અર્પણ કરી તેઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ધોરણ 6 થી જ બાળકો યુપીએસસી-જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ખાસ કોર્ષનું લોન્ચિંગ પણ કરાયું હતું.

આ પ્રસંગે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટમાંથી તાલીમ મેળવાનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી અને તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન મેળવનાર ડો. ભાવિન કથિરીયાએ પોતાનો પ્રથમ પગાર માતૃ સંસ્થા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટને અર્પણ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના મંત્રી જી.એલ.રામાણી દ્વારા કરવામાં આવી હતી. સમૂહ રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ સૌ સાથે ભોજન લઈ છુટ્ટા પડયા હતા.

કર્મચારીઓ-અધિકારીઓ દરેક નાગરિકને ઉપયોગી થાય: અનારબેન
ખોડલધામ સંગઠન અધ્યક્ષ મતિ અનારબેન પટેલે જણાવ્યું હતું કે, આજે વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા આપણા સમાજના અધિકારીઓ/કર્મચારીઓના સન્માન થયા છે ત્યારે કહેતા આનંદ થાય છે કે, આજે એકપણ એવું ક્ષેત્ર નથી જ્યાં આપણા સમાજનો વ્યક્તિ પ્રસ્થાપિત થયેલો ન હોય. નરેશભાઈ પટેલ હંમેશા ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે અને તેઓ કહેતા હોય છે કે ભક્તિ દ્વારા એકતાની શક્તિ. ત્યારે કહેતા આનંદ થાય છે કે, આજે આપણો સમાજ એકત્રિત થયો છે તેનું કારણ ભક્તિ છે. આપ સૌ સરકારી અધિકારીઓ/કર્મચારીઓ દરેક નાગરિકને ઉપયોગી બની સેવા કરતાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *