યુધ્ધના ઓછાયા વચ્ચે તુર્કી પાક.ની મદદે; શસ્ત્રો ભરેલા સાત વિમાનો મોકલ્યા

  ભારતની જંગની તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં ભારે હડકંપ મચેલો છે. તેણે તુર્કી સહિત મિત્ર દેશો પાસે મદદ માંગી છે. ભારે સૈન્ય સામગ્રી લઈ જવામાં સક્ષમ…

 

ભારતની જંગની તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં ભારે હડકંપ મચેલો છે. તેણે તુર્કી સહિત મિત્ર દેશો પાસે મદદ માંગી છે. ભારે સૈન્ય સામગ્રી લઈ જવામાં સક્ષમ C-130 હરક્યુલિસ વિમાન દ્વારા સાધન સમગ્રી રવિવારે તુર્કીથી પાકિસ્તાનના કરાચી પહોંચ્યું. પાકિસ્તાની પીએમએ ઈરાન અને ચીનના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી છે. સૂત્રના જણાવ્યાં મુજબ આ બંને દેશો વચ્ચે વ્યાપક રક્ષા સહયોગનો હિસ્સો છે.

કરાચી ડિલીવરી ઉપરાંત છ ઈ-130 તુર્કી વિમાન કથિત રીતે ઈસ્લામાબાદમાં એક સૈન્ય એરબેસ પર ઉતર્યું છે જેનાથી પાકિસ્તાનને તુર્કીના સમર્થનથી મજબૂતી મળી રહી છે. કારણ કે પાકિસ્તાન પોતાની સરહદો પર વધતા પડકારોનો સામનો કરવામાં એકલું અસમર્થ સાબિત થઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે તુર્કી અને પાકિસ્તાન બંને સ્ત્રોતોએ સ્યૈ કાર્ગોના હસ્તાંતરણની પુષ્ટિ કરી છે જો કે શિપમેન્ટના વિશિષ્ટ વિવરણનો ખુલાસો કર્યો નથી.

હાલ કાશ્મીર માહોલના પગલે ભારત અને પાકિસ્તાન સંઘર્ષના સમયે તુર્કી ખુલીને પાકિસ્તાનના પડખે આવી ગયું છે. તુર્કીની સૈન્ય મદદ ચીનથી મળનારી આ પ્રકારની મદદનું પૂરક છે. જેણે કથિત રીતે પાકિસ્તાનની રક્ષાત્મક ક્ષમતાઓને વધારવા માટે ડ્રોન આપ્યા છે.

રિપોર્ટ મુજબ ચીને પાકિસ્તાનને 100થી વધુ ઙક-5 મિસાઈલો આપી છે. આ મિસાઈલો 200 કિલોમીટર સુધી જમીનથી હવામાં માર કરે છે. રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનમાં થલ સેના અને નેવી પાસે એટલા હથિયારો નથી કે તે ભારત સામે વધુ દિવસ સુધી ટકી શકે. તેની નેવીના જહાજો પણ કાટ ખાઈ ચૂક્યા છે અને સમારકામ કરવાની સ્થિતિમાં પણ નથી. પાકિસ્તાન અમેરિકા પાસેથી મળેલા એફ-16 ફાઈટર વિમાનોનો પણ ઉપયોગ કરી શકશે નહીં. અમેરિકાએ પક્ત આતંકવાદ વિરોધી અભિયાનો માટે તેના ઉપયોગની મંજૂરી આપેલી છે.

ચીને પહેલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગણીનું સમર્થન કર્યું છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કોઈના પણ હિતમાં નથી. બંને પક્ષો પાસેથી સંયમ વર્તવાની આશા જતાવવામાં આવી રહી છે. આ અગાઉ પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેમણે ચીન અને રશિયાની મદદથી આ હુમલાની નિષ્પક્ષ તપાસની વાત કરી હતી. પાકિસ્તાન અને ચીનના વિદેશ મંત્રીઓની ફોન પર વાત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *