ચૂંટણી પૂર્વે ટ્રમ્પની ખેરાત, દરેક નાગરિકને 5000 ડોલરનું વચન

આગામી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી બન્ને ગૃહોમાં જીતશે તો ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ના નામે રેવડીની જાહેરાત ભારતની જેમ હવે અમેરિકામાં પણ ચૂંટણી જીતવા માટે ’રેવડી’ એટલે કે…

આગામી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી બન્ને ગૃહોમાં જીતશે તો ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ના નામે રેવડીની જાહેરાત

ભારતની જેમ હવે અમેરિકામાં પણ ચૂંટણી જીતવા માટે ’રેવડી’ એટલે કે મફત ભેટ અને રોકડ રકમ આપવાની રાજનીતિ શરૂૂ થઈ ગઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવનારી મિડટર્મ (મધ્યાવધિ) ચૂંટણીઓ પહેલા મતદાતાઓને રીઝવવા માટે એક અત્યંત મોટી અને આકર્ષક જાહેરાત કરી છે. બુધવારે ટેક્સાસના ડલાસ ખાતે યોજાયેલા રિપબ્લિકન પાર્ટીના પ્રથમ મિડટર્મ ક્ધવેન્શનમાં મુખ્ય ભાષણ આપતા ટ્રમ્પે વચન આપ્યું હતું કે જો રિપબ્લિકન પાર્ટી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં અમેરિકન સંસદના બંને ગૃહોમાં જીત મેળવશે, તો દેશના દરેક પુખ્ત નાગરિકને સરકાર તરફથી 5,000 આપવામાં આવશે. ટ્રમ્પે જનતાને આકર્ષવા માટે આ રકમને ’ટ્રમ્પ ડિવિડન્ડ’ એવું ખાસ નામ આપ્યું છે.

ભારતીય રાજકારણમાં ચૂંટણી પહેલા મતદાતાઓને પોતાના તરફ આકર્ષવા માટે મફત વીજળી, મફત પાણી કે સીધી રોકડ રકમ આપવાના વચનો સામાન્ય બની ગયા છે, જેને રાજકીય વર્તુળોમાં ’રેવડી કલ્ચર’ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ પણ જ્યારે ટ્રમ્પે અમેરિકામાં વીજળીના બિલ અડધા કરવાનું વચન આપ્યું હતું, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કટાક્ષ કરતા કહ્યું હતું કે “ફ્રી કી રેવડી હવે અમેરિકા પહોંચી ગઈ છે”. ટ્રમ્પે પોતાના વર્તમાન સંબોધનમાં સ્પષ્ટ શરત મૂકી હતી કે જો રિપબ્લિકન પાર્ટી જીતશે તો જ જનતાને આ 5,000 ડોલરનો આર્થિક લાભ મળશે. તેમણે વધુમાં એવી પણ શરત રાખી છે કે આ 5,000 ની રકમ માત્ર અમેરિકામાં જ ખર્ચવાની રહેશે અને તેઓ નથી ઈચ્છતા કે લોકો આ પૈસા કેનેડા, ચીન કે જર્મની જેવા અન્ય દેશોમાં જઈને ખર્ચ કરે. આ રીતે તેમણે સીધી રીતે આર્થિક લાભને ચૂંટણી પરિણામો સાથે જોડી દીધો છે, જેના કારણે ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર તેમની આકરી ટીકા પણ થઈ રહી છે અને કેટલાક લોકો આને મતદાતાઓને ’લાંચ’ આપવા સમાન ગણાવી રહ્યા છે.

ટ્રમ્પની આ જાહેરાત સાંભળવામાં ભલે ખૂબ જ આકર્ષક લાગતી હોય, પરંતુ તેના વાસ્તવિક અમલીકરણ સામે ઘણા મોટા અને જટિલ પ્રશ્નો ઊભા છે. આંકડાઓ મુજબ અમેરિકામાં અંદાજિત 24.5 કરોડથી લઈને 27 કરોડ જેટલા પુખ્ત નાગરિકો વસવાટ કરે છે. જો આ તમામ પુખ્ત લોકોને ખરેખર 5,000 આપવામાં આવે, તો અમેરિકન સરકારની તિજોરી પર અંદાજે 1.2 થી 1.35 ટ્રિલિયન ડોલરનો અતિશય જંગી બોજ પડશે. દેશના અર્થતંત્રમાં આટલી મોટી રકમ ક્યાંથી આવશે અને તેનું વિતરણ લોકો સુધી કેવી રીતે થશે, તે અંગે ટ્રમ્પે પોતાના ભાષણમાં કોઈ જ સ્પષ્ટતા કરી નથી. બંધારણીય અને કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો, સંસદના બંને ગૃહોમાં જીત મેળવવાથી પણ રાષ્ટ્રપતિને સીધા જ આ ભંડોળ વહેંચવાની સત્તા મળી જતી નથી. આ માટે અમેરિકન કોંગ્રેસ દ્વારા વિશેષ કાયદો પસાર કરવો જરૂૂરી બનશે.

આમ, અમેરિકામાં વધતી જતી મોંઘવારી અને અન્ય મુદ્દાઓ અંગે લોકોમાં પ્રવર્તતી નારાજગીને દૂર કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે આ મોટો આર્થિક દાવ ખેલ્યો છે. અમેરિકન રાજકારણમાં સામાન્ય રીતે આ પ્રકારના સીધા રોકડ વચનો જોવા મળતા નથી, તેથી જ તેની સતત ચર્ચા થઈ રહી છે. હવે આવનારા સમયમાં એ જોવું અત્યંત રસપ્રદ રહેશે કે મધ્યાવધિ ચૂંટણીમાં અમેરિકન જનતા આ 5,000 ડોલરના વચનથી પ્રભાવિત થઈને રિપબ્લિકન પાર્ટીની તરફેણમાં મતદાન કરે છે કે કેમ.

ગત વર્ષે અમેરિકી સૈનિકોને 1776 ડોલરનું વોરિયર ડિવિડંડ આપ્યું હતું
રિપબ્લિકન પાર્ટી સંસદના બન્ને ગૃહોમાં જીતે તો પુખ્તવયની વ્યક્તિને 5000 ડોલર આપવાની જાહેરાત કરનારા ટ્રમ્પે અગાઉ વોરિયર ડિવિડંડના નામે દેશની સ્થાપનાના સન્માનમાં 1776 ડોલરનો ચેક આપવા જાહેરાત કરી છે. એ વખતે તેમણે જાહેર કર્યું હતું કે 1450000 જવાનોને ક્રિસમસ પહેલાં આ રકમ આપવામાં આવશે. ટ્રમ્પે નાણાંની આવક માટે ટેરિફ (આયાત જકાત) ને શ્રેય આપ્યો હતો. 17 ડિસેમ્બર 2025એ કરેલી જાહેરાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે “ટેરિફને કારણે અમે કોઈની પણ ધારણા કરતાં ઘણું વધારે નાણું કમાયા છીએ, અને આ બિલમાં પણ અમને મદદ મળી છે. આપણા લશ્કર કરતાં આના માટે બીજું કોઈ વધુ હકદાર નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *