અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોઈ રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતીય અને ચીની વિદ્યાર્થીઓને જારી કરવામાં આવતા F-1 સ્ટુડન્ટ વિઝામાં ભારે કાપ મૂક્યો છે. ’સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝ’ (CIS) ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વીતેલા વર્ષમાં અમેરિકન પ્રશાસન દ્વારા જારી કરાયેલા F-1 વિઝાની સંખ્યામાં ભૂતકાળની સરખામણીએ જંગી ઘટાડો નોંધાયો છે.
રિપોર્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં મે થી ઓગસ્ટ મહિના વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને F-1 વિઝા આપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2024 માં આ જ સમયગાળા દરમિયાન 58,694 ભારતીયોને વિઝા મળ્યા હતા. આમ, ભારતીય વિદ્યાર્થીઓના વિઝામાં સીધો 62% નો મોટો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ, ચીની વિદ્યાર્થીઓની વાત કરીએ તો મે-ઓગસ્ટ 2025 દરમિયાન તેમને 40,034 વિઝા આપવામાં આવ્યા હતા, જે વર્ષ 2024 ના 61,075 ની સરખામણીએ 34% નો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, વર્ષ 2024-25 ના શૈક્ષણિક સત્રમાં યુએસની યુનિવર્સિટીઓમાં કુલ 11,77,766 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જેમાંથી ભારત (3,63,019) અને ચીન (2,65,919) ના વિદ્યાર્થીઓ મળીને કુલ ટકાવારીનો 53% હિસ્સો ધરાવતા હતા.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓપ્શ
નલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઘઙઝ) યોજના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં જ રહીને કામ કરવાની મંજૂરી મળે છે. F-1 વિઝામાં કાપ આવવાથી આ યોજના પણ સીધી રીતે પ્રભાવિત થઈ છે.
