ટ્રમ્પે આખરે હાર સ્વીકારી; કહ્યું ”સાથે મળીને કામ કરીશું”

    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે અને તેમની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ બંને…

 

 

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે અને તેમની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ બંને ગૃહોમાં લીડ મેળવી લીધી છે. જેનાથી રિપબ્લિકનના હાથમાંથી સત્તા જતી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે પોતાની હાર સ્વીકારી છે અને જણાવ્યું છે કે તેઓ ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘હું બેલેટ પર નહોતો અને જો હું હોત, તો અમે જંગી બહુમતીથી જીત હાસલ કરી હોત.’

સોશિયલ મીડિયા પર દાવાઓ કરવા ઉપરાંત, ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું મિડટર્મ ચૂંટણીના પરિણામોને સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છું.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચૂંટણી પરિણામો માનશે, ત્યારે તેમણે હકારમાં જવાબ આપ્યો હતો. આ સાથે જ તેમણે વિરોધી પક્ષ ડેમોક્રેટ્સ સાથે સહયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘જો વિપક્ષ જીતે છે તો પણ અમે તેમની સાથે મળીને કામ કરવા આશા રાખીએ છીએ અને કદાચ કોઈ રસ્તો પણ શોધી કાઢીશું.’

સેનેટની 100 બેઠકોમાંથી 35 પર ચૂંટણી યોજાઈ છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 21 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ 13 અને રિપબ્લિકન પાર્ટીએ 8 બેઠકો જીતી છે. બાકીની 14 બેઠકો પર મતગણતરી ચાલુ છે.આ પરિણામોને જોડીને હાલમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે 49 અને રિપબ્લિકન પાર્ટી પાસે 39 બેઠકો છે. સેનેટમાં બહુમતી માટે 51 બેઠકોની જરૂર હોય છે. એટલે કે ડેમોક્રેટ્સ બહુમતીથી 5 બેઠકો દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *