અમેરિકાને આ વર્ષે 4 જુલાઈએ આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે અમેરિકી સરકાર દેશની આઝાદીના 250 વર્ષની ઉજવણી નિમિત્તે 1નો નવો સોનાનો સિક્કો બહાર પાડવા જઈ રહી છે. અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે, અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર સ્વતંત્રતાની અમર વિરાસત અને દેશભક્તિના અવિનાશી પ્રતીકના સન્માનમાં 1નો નવો સોનાનો સિક્કો રજૂ કરશે.
આ મામલે ટ્રમ્પે કહ્યું હતું, મને જે સિક્કો આપવામાં આવ્યો તે ખુબ જ સુંદર છે અને ખરાબ તસ્વીર નથી. આ સિક્કા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હશે. તેમના જણાવ્યા અનુસાર, આ સિક્કો અમેરિકન મૂલ્યોની મજબૂતી અને દરેક માટે સ્વતંત્રતાના રક્ષણ માટે દેશના સંકલ્પનું પ્રતીક છે.
આ એક પ્રકારનો સ્મૃતિરૂપ ગોલ્ડ કોઈન હશે. તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની તસવીર સાથે Liberty અને In God We Trust લખવામાં આવ્યું છે. ઉપરાંત સિક્કા પર 1776-2026 પણ અંકિત કરવામાં આવ્યું છે. અમેરિકાને 4 જુલાઈ, 1776ના રોજ આઝાદી મળી હતી. આ 24 કેરેટ સોનાનો સ્મારક સિક્કો હશે.
ટ્રમ્પની તસવીર ધરાવતા આ સિક્કાને લઈને અમેરિકામાં વિવાદ પણ શરૂૂ થઈ ગયો છે. પરંપરાગત રીતે અમેરિકામાં જીવિત રાષ્ટ્રપતિની તસવીર ચલણ પર છાપવામાં આવતી નથી. વિવેચકોનું કહેવું છે કે આ નિર્ણય દાયકાઓથી ચાલી આવતી પરંપરાના વિરુદ્ધ છે.
અમેરિકાના ઇતિહાસમાં હાલના રાષ્ટ્રપતિની તસવીર ધરાવતા સિક્કાનું ઉદાહરણ ખૂબ જ દુર્લભ છે. નાણાં વિભાગના જણાવ્યા મુજબ, વર્ષ 1926માં અમેરિકાની 150મી વર્ષગાંઠ દરમિયાન તે સમયના રાષ્ટ્રપતિ કેલ્વિન કુલિજની તસવીર ધરાવતો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. સ્કોટ બેસેન્ટ ટ્રમ્પના સિક્કાને યોગ્ય ઠેરવવા માટે આ જ ઉદાહરણ આપી રહ્યા છે.
