6 વરસ પછી અમેરિકી વડાનું વ્યાખ્યાન: તેઓ ભારતીય જાયન્ટ કોર્પોરેટ કંપનીઓના વડાઓ અને અધિકારીઓને મળશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન દાવોસ જતી વખતે ટેક-ઓફના થોડા સમય પછી જ વોશિંગ્ટન પરત ફર્યું. વ્હાઇટ હાઉસ મુજબ વિમાનમાં ટેક્નિકલ ખામી આવી હતી. પ્રેસ સેક્રેટરી કેરોલિન લિવિટે જણાવ્યું હતું કે ટેક-ઓફ પછી ક્રૂને પ્લેનમાં એક નાની ઇલેક્ટ્રિકલ ખામી ધ્યાનમાં આવી. આ પછી સાવચેતીના ભાગરૂૂપે પ્લેનને પરત લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જોકે ટ્રમ્પ થોડીવાર પછી બીજા પ્લેનથી રવાના થયા. ટ્રમ્પ આજે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં ભાગ લેશે. તેઓ આજે ગ્રીનલેન્ડનું ભવિષ્ય નક્કી કરવાના એજન્ડા સાથે બુધવારે સાંજે લગભગ 7 વાગ્યે દુનિયાને સંબોધિત કરશે. વિશ્વભરમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે આ અઠવાડિયે સ્વિસ આલ્પ્સમાં વૈશ્વિક રાજકીય અને વ્યવસાયિક દિગ્ગજો એકઠા થયા છે.
ખાસ રસ આકર્ષિત કરનાર એક દેખાવ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો છે, જે છ વર્ષમાં પ્રથમ વખત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હાજરી આપી રહ્યા છે. તો, તેનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે ટ્રમ્પ દ્વારા કયા ભારતીય CEOને આમંત્રણ આપવામાં આવ્યું છે? સ્વાગત સમારંભમાં હાજરી આપનારા ભારતીય ઈઊઘની યાદી અહીં છે: ‘ અનિશ શાહ, ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ, મહિન્દ્રા ગ્રુપ, નટરાજન ચંદ્રશેખરન, ચેરમેન, ટાટા સન્સ, સુનિલ ભારતી મિત્તલ, ચેરમેન, ભારતી એન્ટરપ્રાઇઝિસ, શ્રીની પલ્લિયા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વિપ્રો, સલિલ એસ. પારેખ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ઇન્ફોસિસ, સંજીવ બજાજ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, બજાજ ફિનસર્વ, હરિ એસ. ભરતિયા, સ્થાપક અને સહ-અધ્યક્ષ, જ્યુબિલન્ટ ભરતિયા ગ્રુપ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવોસમાં ટોચના વૈશ્વિક બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સાથે બેઠકો કરે તેવી શક્યતા છે
