ટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરી

મિત્ર દેશો જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન માટે ફાર્મા ટેરિફ માત્ર 15 ટકા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે.…

મિત્ર દેશો જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન માટે ફાર્મા ટેરિફ માત્ર 15 ટકા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે. તેમણે વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર ટેક્સ વધારીને 100% કરી દીધો છે, જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા મેટલ્સ પરનો ટેક્સ ઘટાડીને 25% કરી દીધો છે.

ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ છે કે વિદેશી ફાર્મા કંપનીઓએ કાં તો પોતાની દવાઓની કિંમતો ઘટાડવી પડશે અથવા તેનું ઉત્પાદન અમેરિકામાં જ શરૂૂ કરવું પડશે. જે કંપનીઓ આ શરત નહીં માને, તેમને અમેરિકન બજારમાં ટકી રહેવા માટે ભારે ટેક્સ ચૂકવવો પડશે. જે કંપનીઓ પોતાનું થોડું ઘણું ઉત્પાદન અમેરિકામાં શિફ્ટ કરશે, તેમને 20% ટેક્સના દાયરામાં રાખવામાં આવશે. જોકે, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન જેવા અમેરિકાના નજીકના વેપારી મિત્રો માટે આ ટેક્સની મર્યાદા 15% નક્કી કરવામાં આવી છે.

બીજી તરફ, સ્ટીલ, તાંબુ અને એલ્યુમિનિયમ પર લાગતી ડ્યુટીમાં મોટી રાહત અપાઈ છે. પહેલા આ મેટલ્સ પર 50% ટેક્સ હતો, જે હવે ઘટાડીને 25% કરાયો છે. આ પગલાથી અમેરિકામાં ઘર આંગણે ઉદ્યોગોને સસ્તો કાચો માલ મળી રહેશે.

આ નવા ટેક્સ પાછળનું એક કારણ સુપ્રીમ કોર્ટનો જૂનો આદેશ પણ છે. ફેબ્રુઆરીમાં કોર્ટે ટ્રમ્પના અગાઉના કેટલાક ટેક્સને ગેરકાયદેસર ગણાવ્યા હતા, જેના કારણે સરકારને 166 અબજ ડોલર રિફંડ આપવા પડ્યા હતા. આ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા ટ્રમ્પ આ નવો નિયમ લાવ્યા છે.

ફાર્મા કંપનીઓને આ ફેરફાર લાગુ કરવા માટે 120 થી 180 દિવસનો સમય અપાયો છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે દવાઓ પરના આકરા ટેક્સને કારણે સામાન્ય લોકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *