રો-રો ફેરી સર્વિસમાં આવેલો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ કામગીરી પાર પાડી સુરતના હજીરા તરફથી રો-રો ફેરી સર્વિસ મારફતે દરિયાઈ માર્ગે ઘોઘા આવેલ ભારતીય…

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ કામગીરી પાર પાડી સુરતના હજીરા તરફથી રો-રો ફેરી સર્વિસ મારફતે દરિયાઈ માર્ગે ઘોઘા આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બીયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય અને ગ્રામ્ય વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ દ્વારા પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી સફળ રેઈડ કરવા સખત સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અને માર્ગદર્શન હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પ્રો.પો.ઈન્સ. એમ.એ.શેખ અને પો.સબ.ઈન્સ. એમ.એન.ચાવડા સહિતની ટીમ ઘોઘા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા ઘોઘા જકાતનાકા ચોકડી પાસે વોચ ગોઠવી રજીસ્ટ્રેશન નંબર ખઇં.04.કચ.0272 ધરાવતા ટ્રકને અટકાવ્યો હતો.

પોલીસે ટ્રકની ઝડતી-તપાસ કરતા તેમાંથી ₹11,35,200/- ની કિંમતનીIMPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY (180 એમ.એલ. માપની ક્વાર્ટર બોટલ) નંગ-4128, ₹9,76,800/- ની કિંમતના KINGFISHER STRONG PREMIUM BEER (500 એમ.એલ. બીયર ટીન) નંગ-4440, ₹7,50,000/- ની કિંમતનો ટાટા ટ્રક (રજી. નં. MH.04.LQ.0272) તેમજ ₹10,000/- ની કિંમતનો 1 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી કુલ ₹28,72,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહીમાં પોલીસે ટ્રક ચાલક સૈફઅલીખાન મોહમદમુસા ખાન (ઉં.વ. 41, ધંધો-ડ્રાઈવિંગ, હાલ રહે. છ/2 અશોકનગર, બાલડોંગરી, કાંદીવલી ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર અને મૂળ વતન છેમરસરૈયા ગામ, તા. લાલગંજ, જિ. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ વીપુલભાઈ (રહે. વાપી/દમણ), યોગેશ ઉર્ફે શિવ (રહે. વાપી/દમણ), ટ્રક માલિક ગંગાધર શીલકે (રહે. અંધેરી ઈસ્ટ, મુંબઈ) અને દારૂૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર સફળ કામગીરીમાં પ્રો.પો.ઈન્સ. એમ.એ.શેખ, પો.સબ.ઈન્સ. એમ.એન.ચાવડા, એ.એસ.આઈ. એમ.યુ.સોઢા તેમજ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ચેતનસિંહ જીતુભા સરવૈયા, મહાવીરસિંહ હેમંતસિંહ વાઢેર, અનિલભાઈ હિંમતભાઈ મકવાણા અને અર્જુનસિંહ ભાવસિંહ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *