ગોવાથી કચ્છ જતો 70 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

સ્ટેટ મોનિટરીંગ સેલનો બાતમીના આધારે દરોડો, ઉનની આડમાં 78896 બોટ દારૂ છૂપાવ્યો હતો સ્ટેટ મોનીટરીંગ સેલે ગોવાથી કચ્છ ઉનની આડમાં ટ્રકમાં થઇ રહેલી રૂૂપિયા 70…

સ્ટેટ મોનિટરીંગ સેલનો બાતમીના આધારે દરોડો, ઉનની આડમાં 78896 બોટ દારૂ છૂપાવ્યો હતો

સ્ટેટ મોનીટરીંગ સેલે ગોવાથી કચ્છ ઉનની આડમાં ટ્રકમાં થઇ રહેલી રૂૂપિયા 70 લાખના દારૂૂની ડિલિવરીને ભરૂૂચના નર્મદા ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લીધો હતો . એસએમસીએ 90 લાખનો મુદામાલ કબજે કર્યો હતો .
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રકમાં ઊનની આડમાં લઈ જવાતો રૂૂપિયા 70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર 48 પરથી વિદેશી દારૂૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ મૂલદ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી પ્રથમ તો ઉનનો જથ્થો મળી આવ્યો હતો.

જોકે પોલીસે ચોકસાઈ પૂર્વક તપાસ કરતા ઉનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી રૂૂપિયા 70.39 લાખની કિંમતની વિદેશી દારૂૂની 7896 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ટ્રકચાલક અને રાજસ્થાનના રહેવાસી પીન્ટુ સિંહ નટુસિંગ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે દારૂૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂૂપિયા 90. 79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલનાં ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે. ટી. કામરીયાની સુચનાથી ટીમે કામગીરી કરી હતી .

—-

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *