ટંકારામાં ત્રિપલ સવારી બાઇક સ્લિપ થઇ લોખંડના બોર્ડ સાથે અથડાયું: એકનું મોત

ટંકારા તાલુકામાં એક ગમખ્વાર બાઇક અકસ્માતમાં 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. સજનપરથી હડમતીયા તરફ જતા રસ્તે ત્રિપલ સવારી બાઇક વળાંકમાં રોડ સાઇડની કપચીમાં સ્લીપ…

ટંકારા તાલુકામાં એક ગમખ્વાર બાઇક અકસ્માતમાં 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. સજનપરથી હડમતીયા તરફ જતા રસ્તે ત્રિપલ સવારી બાઇક વળાંકમાં રોડ સાઇડની કપચીમાં સ્લીપ થઈ લોખંડના બોર્ડ સાથે અથડાયું હતું.

મૃતક યુવાન રમેશભાઈ ધુલિયાભાઈ બામણીયા મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને હાલમાં ટંકારા તાલુકાના નવા અમરાપર ગામે શીતળા માતાની ધાર પાસે ગુલાબભાઈ બાદીની વાડીએ રહીને મજૂરી કામ કરતો હતો. અકસ્માત સમયે તે પોતાના બાઇક નંબર ૠઉં-10-અજ-9123 પર ત્રણ જણા સાથે મુસાફરી કરી રહ્યો હતો.

કેનાલથી આગળના ભાગમાં વળાંક ન વળી શકવાને કારણે બાઇક રોડ સાઇડની કપચીમાં સ્લીપ થયું અને લોખંડના બોર્ડ સાથે અથડાયું. અકસ્માતમાં ત્રણેય વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમાંથી રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમને ટંકારાની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *