એ.જી.ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર ત્રિપુટી ઝડપાઈ,પાંચની શોધખોળ

પાળી ઉપર બાઈક ચડાવતા ટપારતા હોટલ માલિકના પુત્ર ઉપર સરાજાહેર હુમલો કરનારને સબક શીખવતી ક્રાઈમ બ્રાંચ કાલાવડ રોડ પર એ.જી.ચોકમાં આવેલી આશાપુરા હોટલના માલિક ધનાભાઈ…

પાળી ઉપર બાઈક ચડાવતા ટપારતા હોટલ માલિકના પુત્ર ઉપર સરાજાહેર હુમલો કરનારને સબક શીખવતી ક્રાઈમ બ્રાંચ

કાલાવડ રોડ પર એ.જી.ચોકમાં આવેલી આશાપુરા હોટલના માલિક ધનાભાઈ ગમારા ઉપર હુમલો અને હોટલમાં તોડફોડ કરી આતંક મચાવનાર ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ ગાંધીગ્રામ-2 પોલીસના હવાલે કર્યા હતા.આ કેસમાં હજુ પાંચ શખ્સો વોન્ટેડ હોય તેની ધરપકડ માટે યુનિવર્સીટી અને ક્રાઈમ બ્રાંચ તેમજ એલસીબીની ટીમ કામે લાગી છે.

મળતી વિગતો મુજબ ગત સપ્તાહે શનિવારે આરોપીઓએ હોટલની પાળી ઉપર બાઈક ચડાવતાં હોટલ માલિકના પુત્ર રાહુલે ટપારતાં તેનો ખાર રાખી આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હુમલો અને તોડફોડ કરી હતી. આ બનાવમાં ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓ પુષ્કરધામ કેવલમ કવાર્ટરમાં રહેતા પાસે અમાન જાકીર પરમાર (ઉ.વ.રર), કમલેશ રવજીભાઈ ચંદ્રપાલ (ઉ.વ.29) અને કૃણાલ મહેશભાઈ ગોસ્વામી (ઉ.વ.19)ની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓની પુછપરછમાં કોઠારીયા રોડ પરના ભવાની ચોક પાસે રહેતાં શાહરૂૂખ અનવર સમા, કેવલમ કવાર્ટરમાં રહેતાંરિઝવાન ઉર્ફેશાહરૂૂખ શાહબુદીનબેલીમ અને છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે રહેતાં અરશદ શાહબુદીન બેલીમ ઉપરાંત રિયાઝ બાદશાહ અને અજાણ્યા શખ્સનું નામ ખુલ્યું છે.

તપાસ માં જાણવા મળ્યું કે, આરોપીઓમાંથી કમલેશ વિરૂૂધ્ધ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં દારૂૂ અને જાહેરનામા ભંગનો જયારે પડધરી પોલીસ મથકમાં અપહરણ અને દૂષ્કર્મનો ગુનો નોંધાયેલો છે. આ પાંચેય આરોપીઓ હજૂ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી. તેની ધરપકડ માટે યુનિવર્સીટી અને ક્રાઈમ બ્રાંચ તેમજ એલસીબીની ટીમ કામે લાગી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની સુચનાથી પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની ટીમના પીએસઆઈ એ.એન.પરમાર, એ.એસ.આઇ. અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઈ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, સુભાષભાઇ ધોધારી, પ્રતિકસિંહ રાઠોડ, સંજયભાઈ ખાખરીયા, તુલસીભાઈ ચુડાસમાં, રામશીભાઈ કલોતરા, પ્રશાંતભાઈ ચુડાસમાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *