સરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાત

સરધાર ગામે રહેતા એક યુવાને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડા બાદ આવેશમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે…

સરધાર ગામે રહેતા એક યુવાને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડા બાદ આવેશમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.

વિગતો મુજબ, સરધારમાં રહેતા 35 વર્ષીય પ્રવિણ મનસુખભાઈ ચૌહાણ નામના યુવાને ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.તબિયત લથડતા તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ પ્રવિણભાઈએ દમ તોડી દેતા હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

મૃતક પ્રવિણભાઈ કારખાનામાં બફ કામની મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ બે ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી મોટા હતા. તેમને સંતાનમાં બે પુત્રો છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ગઈકાલે કોઈ બાબતે પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેનાથી કંટાળીને અથવા આવેશમાં આવી જઈને તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *