યુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવર

આપણે દરરોજ માર્ગ અકસ્માતના અનેક પ્રકારના બનાવો વિશે સાંભળતા હોઈએ છીએ. જોકે ઉત્તર પ્રદેશથી જે ઘટના સામે આવી તે ખરેખર ચોંકાવનારી છે. ઉત્તર પ્રદેશમાંથી રૂૂંવાટા…

આપણે દરરોજ માર્ગ અકસ્માતના અનેક પ્રકારના બનાવો વિશે સાંભળતા હોઈએ છીએ. જોકે ઉત્તર પ્રદેશથી જે ઘટના સામે આવી તે ખરેખર ચોંકાવનારી છે. ઉત્તર પ્રદેશમાંથી રૂૂંવાટા ઊભા કરી દે તેવો એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિની બાઇક રોડ પર ઝડપથી દોડી રહેલા ટ્રકની નીચે ફસાઈ ગઈ છે. બાઇક સવાર પણ ટ્રકની નીચે ફસાઈ ગયો છે અને મદદ માટે ચીસો પાડી રહ્યો છે.

આગરા હાઇવે બનેલ આ ઘટનાના વિડીયોમાં જોઈ શકાય છે કે, ટ્રકના આગળના વ્હીલથી બાઇક સવાર વ્યક્તિનું અંતર માત્ર થોડા સેન્ટિમીટર છે. તે વ્યક્તિની ઓળખ ઝાકિર તરીકે થઈ છે. તે એક બાઇક સવારને તેની મદદ કરવા કહે છે. જોકે આ દરમિયાન ટ્રકની સ્પીડ સતત વધી રહી હોવાનું જણાય છે. આ 36 સેક્ધડની ક્લિપ છે. ચાલતી ટ્રકની નીચે અન્ય એક વ્યક્તિ પણ ફસાઈ ગયો હતો.

બે પીડિતોમાંથી એક ઝાકિરે હોસ્પિટલમાં કહ્યું, અમે ખૂબ ચીસો પાડી, પણ ટ્રક ન રોકી તે અમને ખેંચતા રહ્યા. તેના ચહેરા પર ઈજાના નિશાન છે. ઝાકિરે કહ્યું, અમે રાત્રિભોજન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે અમે એક ટ્રક પાસેથી પસાર થયા, ત્યારે ટ્રક એક્સિલરેટરને અથડાઈ. અમારી બાઇક તેની નીચે ફસાઈ ગઈ અને અમારો પગ પણ ફસાઈ ગયો.

હાઈવે પરના અન્ય ડ્રાઈવરોએ આખરે ઓવરટેક કરીને ટ્રકને રોકી હતી. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. અન્ય ક્લિપમાં લોકોનું ટોળું ડ્રાઈવરને માર મારતા જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો તેને લાત મારી રહ્યા છે તો કેટલાક તેને ચપ્પલ વડે માર મારી રહ્યા છે.

પોલીસે જણાવ્યું કે, ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. આ પછી ભીડ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે ટ્રકને ધક્કો મારતી જોવા મળે છે. વીડિયોમાં લોહીથી લથબથ જમીન પણ જોઈ શકાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિને ટ્રક દ્વારા લાંબા અંતર સુધી ખેંચવામાં આવી રહ્યો છે. ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિ તેને ખેંચવામાં આવી રહ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *