શહેરના વોર્ડ નં.-02માં આવેલ કસ્તુરબા રોડ પર રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક નજીક “પ્રભુ કૃપા” હોસ્પિટલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ચૌધરી હાઇસ્કુલ ચોક, કસ્તુરબા રોડથી ભાવેશ મેડીકલ (અરવિંદભાઇ મણિયાર હોલ) જવાહર રોડ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નાગરિકોને વાહનવ્યવહારમાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૂૂટની જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરનામામાંથી ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડ તેમજ સરકારી આકસ્મિક સેવાઓના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.પોલીસ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેરનામાના હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે મોટર વાહન અધિનિયમ હેઠળ શિક્ષાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
વાહનચાલકો માટે જાહેર કરેલ વૈકલ્પિક રૂટ પારેવડી ચોક તરફથી આવતા વાહનો
હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપરથી થઈને જામટાવર ચોક, જામટાવર રોડથી ધરમ સિનેમા (આર વર્લ્ડ) અને કસ્તુરબા રોડ થઈને બહુમાળી ભવન ચોક તરફ જઈ શકશે. અથવા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ નીચેથી સિવિલ હોસ્પિટલ મેઈન ગેટ થઈને ચૌધરી હાઈસ્કુલ ચોક તરફ જઈ શકાશે. 2. સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપરથી આવતા વાહનો: ભાવેશ મેડીકલ (અરવિંદભાઇ મણિયાર હોલ)થી જ્યુબેલી ચોક, એસ.બી.આઈ. બેંકથી લીંમડા ચોક અને યાજ્ઞિક રોડ તરફ જઈ શકશે. અથવા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ નીચેથી ચૌધરી હાઈસ્કુલ ચોક થઈને હરિહર ચોકથી લીંમડા ચોક તરફ જઈ શકાશે. 3. બહુમાળી ભવન ચોક તરફથી જવા માંગતા વાહનો: પારેવડી ચોક અને ભાવેશ મેડીકલ તરફ જવા માટે ધરમ સિનેમા (આર વર્લ્ડ)થી જામટાવર રોડ થઈ ઓવરબ્રિજ ઉપરથી જઈ શકાશે. અથવા ચૌધરી હાઈસ્કુલ ચોકથી હોસ્પિટલ ચોક થઈ કોર્ટ તરફથી પારેવડી ચોક કે ભાવેશ મેડીકલ તરફ અવરજવર કરી શકાશે.
