રૈયા રોડ અંડરબ્રિજમાં બસ બંધ પડી જતા ટ્રાફિક જામ

શહેરના રૈયા રોડ અંડરબ્રિજમા સવારે ખાનગી બસ બંધ પડી જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે એસ.ટી બસ અને સિટિ બસોને ડાયવર્ટ કરી અન્ય…

શહેરના રૈયા રોડ અંડરબ્રિજમા સવારે ખાનગી બસ બંધ પડી જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે એસ.ટી બસ અને સિટિ બસોને ડાયવર્ટ કરી અન્ય રસ્તા ઉપરથી પસાર કરવામા આવી હતી. જયારે કારચાલકોને પણ વાહન પરત કરવા પડયા હતા. જેના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને વ્યવસ્થિત પસાર કરાવવા કામગીરી કરવામા આવી હતી. ધણા સમય સુધી બંધ બસ પડી રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *