જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે ટ્રાફિક ડ્રાઈવ, 1335 વાહનો ચેક કરાયા

જામનગર માં પોલીસ દ્વારા સતત બીજા દિવસે પણ સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી .અને કુલ 1335 વાહન ચેક કરવા માં આવ્યા હતા.તેમજ 1,66,500 હાજર…

જામનગર માં પોલીસ દ્વારા સતત બીજા દિવસે પણ સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી .અને કુલ 1335 વાહન ચેક કરવા માં આવ્યા હતા.તેમજ 1,66,500 હાજર દંડ ની પણ વસૂલાત કરવામાં આવી હતી.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ, કાર મા બ્લેક ફિલ્મ,નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકો તથા જી.પી.એકટ, કેફી પીણુ પીધેલ હાલતમા વાહન ચલાવતા વાહન ચાલક વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી અંગેની સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ માટે સૂચનાઆપી હતી.

જેથી જામનગર જીલ્લા પોલીસ દ્રારા ગઈકાલે સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં એમ.વી.એકટ કલમ-207 હેઠળ 1 વાહન ડીટેઇન કરવામાં આવ્યું હતું. , એમ.વી.એકટ કલમ-185 હેઠળ 1 કેસ , હથિયાર જાહેરનામા ભંગ હેઠળ 6 કેસ , બી.એન.એસ કલમ- 281 કેસ અન્વયે 1 કેસ ,
બી.એન.એસ કલમ- 285 હેઠળ એક કેસ , ફોરવ્હીલ કાર મા બ્લેક ફિલ્મ /નંબર પ્લેટ વગર ના વાહન /,ફ્રેન્સી નંબર પ્લેટ વાળા હેઠળ ના કુલ કેસો- 45 કરવામા આવ્યા છે. એમ. વી. એક્ટ. હાજર દંડ ના 221 કેસ માં રૂૂપિયા-98,700 ની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે ઈ ચલણ પાવતી ના 63 કેસમાં દંડ પૈકી રૂૂપિયા 67,800 ની વસૂલાત કરાઈ હતી. કુલ 1,325 વાહન ચેક કરવામાં આવ્યા હતા.

આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ , નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગ ના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારી , પોલીસ ઇન્સપેકટર તથા એલ.સી.બી. એસ.ઓ.જી, ટ્રાફિક શાખા,પો.સબ ઇન્સ.પેરોલ ફલો સ્કોડ તથા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્રારા કાર્યવાહી કરવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *