બૂટલેગરની પત્ની ગામની સરપંચ હોય, જેના ઘરમાંથી પણ દારૂ મળ્યો’તો : ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે અસામાજિક તત્ત્વો અને બૂટલેગરોનો અસહ્ય ત્રાસ હોય બૂટલેગરો દ્વારા દારૂનું વેંચાણ કરી યુવાનોને નશાના માર્ગે ધકેવામાં આવી રહયા છે. આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃતિ પણ વધી રહી હોય જે અંગે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના આગેવાનોએ કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.રાજકોટ જિલ્લાની ન્યાય સમિતિના ચેરમેન અને તમામ સમાજના આગેવાનો સહિતના ગ્રામજનોએે કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબઝાંઝમેર ગામે અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા છે. ખુલ્લે આમ દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ થાય છે ને ખુલ્લે આમ ધાક-ધમકી આપવામાં આવે છે. ગામમાં 40થી પણ વધુ વ્યક્તિ દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને તાલુકા પોલીસ જાણે મુક – પ્રેક્ષક અને આંખ આડા પાટા બાંધી જોય કરે છે. સામાન્ય તેમજ ગરીબ લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. બહેન – દીકરીની ઈજ્જતની સલામતી રહી નથી. યુવાનો અને બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તા 11/03ના રોજ મારા પતિ ભીખાભાઈ સોમાભાઈ બાબરીયાનું અવશાન થયેલ છે.
મરણની આગલી રાત્રે ઘર પાસે યોગીરાજસિંહ ઉદભા ચુડાસમા, રણજિત ગોપાલભાઈ વાઘેલા, વિક્કી જયસુખભાઇ સોલંકી ઉભા હોય અને ગાળો બોલતા હોય તેમાં મારા પતિ દ્વારા અટકાવતા આ શખ્સોએ તેની સાથે ગાળા-ગાળી કરી અને ધાક-ધમકી આપી. જાતિ પ્રત્યે અપમાનિત કર્યા અને ઘર ઉપર પથ્થરમારો કરી માનસિક ત્રાસ આપી ચાલ્યા ગયા હતા. જેના કારણે મારા પતિ ત્યાં ગામના પાદરમાં ઢળી પડે છે અને તેમનું મૃત્યુ થાય છે આ બાબતની યોગ્ય તાપસ કરી કાર્યવાહી કરવા નમ્ર અરજ છે. ઉપરોક્ત તમામ આરોપીનું ઝાંઝમેર ગામના નામચીન બુટલેગર પુનિત રવજી બગડા ઉર્ફે જોન્ટી બગડાના માણસો છે. આ બુટલેગરના પત્ની કિરણબેન પુનિત બગડા ઝાંઝમેર ગામના મહિલા સરપંચ છે અને આ મહિલા સરપંચ દ્વારા તેમના ઘરે છૂટક તથા જંથાબંધ દારૂનું વેચાણ કરવામાં આવે છે. આ મહિલા સરપંચના ઘરે તા 25/04/2022ના રોજ ધોરાજી પોલીસ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવે છે અને તેમના ઘરમાંથી 57000 કરતા પણ વધારેનો દારૂૂ ઝડપાયો છે અને મહિલા સરપંચ પર ગુન્હો દાખલ કરવામાં આવે છે પણ રાજકીય લાગ-વગ તથા ભ્રષ્ટ તંત્રના પાપે આ મહિલા સરપંચ છૂટી જાય છે.અને આજે પણ બેફામ દારૂૂનું વેચાણ ચાલુ છે.
ઝાંઝમેર ગામે આ મહિલા સરપંચના પતિ અને નામચીન બુટલેગર પુનિત રવજી બગડા ઉર્ફે જોન્ટી બગડા તથા ગામના મહિલા ઉપસરપંચના દીકરા દ્વારા સુરત મર્ડર કેસ સાથે સંકળાયેલ ભાવિન મગનભાઈ ઘેટીયા તથા વિજય રૂૂપસંગ પરમાર દ્વારા ઝાંઝમેર ગામની નદીમાં રહેલી અંદાજે 80 લાખ રૂૂપિયાથી પણ વધુની રેતી કાઢી ડમ્પરો દ્વારા બારોબાર વેચી નાખેલ છે અને સરકારની ખાણ ખનીજ તિજોરીને ભારે નુકશાન પહોંચાડેલ છે આ તમામ આરોપીઓ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
