દિલ્હીમાં મૂશળધાર : રસ્તાઓ સ્વિમિંગ પૂલ બન્યા

આજે વહેલી સવારથી દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. લાંબી રાહ જોયા બાદ હવે દિલ્હીમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે હવે સ્થિતિ ગંભીર બની છે.…

આજે વહેલી સવારથી દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. લાંબી રાહ જોયા બાદ હવે દિલ્હીમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે હવે સ્થિતિ ગંભીર બની છે. આ તરફ વરસાદને કારણે સામાન્ય લોકોને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તેમને પાણી ભરાવાનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ રસ્તા પર ટ્રાફિક જામના કારણે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીના પશ્ચિમ વિનોદ નગરમાં એક રસ્તાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું હતું જે સ્વિમિંગ પૂલ બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *