IPL 2025 સિઝન શરૂૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. લીગની એક મોટી ટીમ વેચાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ભૂતપૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને એક નવી કંપનીએ ખરીદી લીધી છે. ગુજરાતના પ્રખ્યાત ટોરેન્ટ ગ્રુપે સોમવાર, 17 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સનું સંપાદન પૂર્ણ કર્યું.
ગુજરાત ટાઈટન્સ 2021માં IPL માં જોડાયું. ત્યારે સીવીસી કેપિટલ્સે તેને 5600 કરોડ રૂૂપિયામાં ખરીદ્યું હતું. ગુજરાતે 2022માં તેની પહેલી સિઝનમાં જ ટાઈટલ જીત્યું હતું.
સમાચાર એજન્સી PTIએ અહેવાલ આપ્યો છે કે ટોરેન્ટ ગ્રુપે સોમવારે ફ્રેન્ચાઈઝીના સંપાદનની પૂર્ણતાની જાહેરાત કરી. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ ભારતની પાવર અને ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક છે. જોકે, આ કંપનીએ ફ્રેન્ચાઈઝીમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો નથી. રિપોર્ટ અનુસાર, CVC કેપિટલ્સની પેટાકંપની ઈરેલિયા સ્પોર્ટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ ફ્રેન્ચાઈઝી ચલાવી રહી હતી. હવે ટોરેન્ટ ગ્રુપે તેનો 67 ટકા હિસ્સો ખરીદીને ફ્રેન્ચાઈઝી પર નિયંત્રણ મેળવી લીધું છે.
જોકે, સીવીસી હજુ પણ 33 ટકા હિસ્સો રાખશે. 2021માં BCCI દ્વારા કરવામાં આવેલી ઈ-હરાજીમાં સીવીસી કેપિટલ્સે અમદાવાદ ફ્રેન્ચાઈઝ માટે સૌથી વધુ બોલી લગાવી હતી. ત્યારે કંપનીએ તેને 5600 કરોડ રૂૂપિયાની બોલી લગાવીને હસ્તગત કરી હતી. આ રીતે તે IPL ના ઈતિહાસમાં બીજી સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ.