Connect with us

Sports

વર્લ્ડ ચેમ્પિયન ‘ટીમ ઈન્ડિયા’ વતન પરત, હોટલમાં ઉષ્માભર્યું સ્વાગત; 11 વાગ્યે PM સાથે મુકાલાત

Published

on

વર્લ્ડ ચેમ્પિયન ટીમ હોટેલ પહોંચી
બાર્બાડોસથી વર્લ્ડ ચેમ્પિયન તરીકે પરત ફરેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયા છે. તમામ ખેલાડીઓ એરપોર્ટથી બસમાં બેસીને હોટલ પહોંચ્યા હતા. હોટલ પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓના સ્વાગત માટે પહેલાથી જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.ટીમ સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચશે. મોદી સાથે નાસ્તો કરશે. ત્યાર બાદ ટીમ મુંબઈ જવા રવાના થશે.

એરપોર્ટ પર ચાહકો તેમના મનપસંદ હીરોની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. ટીમના સ્વાગત માટે તેઓ સવારે 5 વાગ્યાથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એકઠા થયા હતા. દેશમાં ટીમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. આ સ્વાગત ધોનીની બ્રિગેડ જેવું જ હશે જેણે 17 વર્ષ પહેલા T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.

સાંજે 5 વાગ્યે મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી છતની બસમાં ટીમની વિજય પરેડ થશે. ત્યારબાદ સન્માન સમારોહમાં રોકડ પુરસ્કાર આપવામાં આવશે. 2007માં પહેલો વર્લ્ડ કપ જીતનાર ધોનીની ટીમનું પણ આવી જ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ત્રણ દિવસથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. બીસીસીઆઈએ તેને લાવવા માટે ખાસ પ્લેન મોકલ્યું હતું. આ પ્લેનને ‘ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ’ નામ આપવામાં આવ્યું હતું.

Sports

શુભમન ગિલ ઝિમ્બાબ્વે પ્રવાસમાં હાર્દિક પંડ્યાને કરશે મોટું નુકસાન, શું તે T20માં રોહિત શર્માનું સ્થાન લેશે?

Published

on

By

બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતીને ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીપમાં 11 વર્ષ બાદ ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો હતો. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ સાથે જ ભારતીય ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સાથે ટીમના કેપ્ટનની સાથે ઓપનર, નંબર 3 અને લેફ્ટ આર્મ ઓલરાઉન્ડરની જગ્યાઓ ખાલી થઈ ગઈ છે. આ ઘટનાને એક અઠવાડિયું થઈ ગયું છે અને હવે આ ટીમ એક નવી યાત્રા પર નીકળી છે. ભારતની નવી ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે અને BCCI અહીંથી ત્રણેય માટે વિકલ્પ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આમાં સૌથી મોટો સંઘર્ષ T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટનશિપને લઈને છે.

શું શુભમન ગિલ હાર્દિક પંડ્યાને નુકસાન પહોંચાડશે?
શુભમન ગીલ પોતાની બેટિંગ કૌશલ્ય સાબિત કરી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી T20 અને ODI ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી છે અને તે સતત ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. જો કે, તેનું બેટ થોડા સમય માટે શાંત થઈ ગયું હતું. જેના કારણે તેને T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા પણ ન મળી. હવે તેની પાસે ફરી એકવાર પોતાની તાકાત બતાવવાની તક છે. આ પ્રવાસમાં તે પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરવા જઈ રહ્યો છે. જો તેની પાસે સારી બેટિંગની સાથે સારી કેપ્ટનશિપ હોય તો તે T20 ઈન્ટરનેશનલમાં મોટો દાવેદાર બની શકે છે.

પાંચ મેચોની શ્રેણીમાં સફળતાની સાથે તે હાર્દિક પંડ્યાને પણ નુકસાન પહોંચાડી શકે છે, જે પહેલાથી જ કેપ્ટનશિપનો સૌથી મોટો દાવેદાર હતો. તેનું સૌથી મોટું કારણ પંડ્યાની ઈજા છે. પંડ્યા ઘણીવાર ઈજાના કારણે બહાર રહે છે. આવી સ્થિતિમાં BCCIને રોહિત શર્માના મજબૂત વિકલ્પની જરૂર છે. ગિલ BCCIના ફિટનેસથી લઈને બેટિંગ સુધીના તમામ માપદંડો પર ફિટ બેસે છે. આ સિવાય તે નાની ઉંમરમાં જ ભારતીય ક્રિકેટનો મોટો ચહેરો બની ગયો છે.

Continue Reading

Sports

ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે કાલથી ઝ-20 સિરીઝ, શુભમન ગિલના હાથમાં કમાન

Published

on

By

ઝિમ્બાબ્વે સામે 8માંથી 6 મેચમાં ભારતનો વિજય થયો છે


ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 ટી20 મેચોની સિરીઝ 6 જુલાઈથી શરૂૂ થશે. ટીમ ઈન્ડિયા 8 વર્ષ બાદ ઝિમ્બાબ્વેની ધરતી પર ટી20 મેચ રમશે. આ માટે ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં હરારે પહોંચી છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમનને કમાન સોંપવામાં આવી છે. ટી20 વર્લ્ડકપમાં રમી ચૂકેલા માત્ર 3 ખેલાડીઓને પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, આ ત્રણેય પ્રથમ બે મેચમાં નહીં રમે.

યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સંજુ સેમસન માટે પ્રથમ બે મેચમાં રમવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાની પણ પસંદગી કરવામાં આવી છે. ત્રણેય ખેલાડીઓને માત્ર પ્રથમ બે મેચ માટે પસંદ કરવામાં આવ્યા છે. મોટાભાગના સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ અને તુષાર દેશપાંડેને પ્રથમ વખત પસંદ કરવામાં આવ્યા છે.


ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં ટીમનું કોચિંગ કરશે. તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના વડા પણ છે. રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે અને નવા કોચના નામની જાહેરાત કરવામાં આવી નથી.


ભારત અને ઝિમ્બાબ્વેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 6 મેચ જીતી છે. ઝિમ્બાબ્વેને બે મેચમાં સફળતા મળી છે. તેણે 2015 અને 2016માં ભારતને હરાવ્યું છે.

Continue Reading

Sports

વિકટરી પરેડમાં હાથરસ જેવી ઘટના સહેજમાં અટકી, અનેક ક્રિકેટ ચાહકો બેભાન થઇ ગયા

Published

on

By

પરેડના રૂટ ઉપર બૂટ-ચપ્પલના ઢગલા મળ્યા


મુંબઇમાં ગઇકાલે ટી-20 વર્લ્ડકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમની પરેડ દરમિયાન વિકટરી પરેડના રૂટ ઉપર અસાધારણ ભીડ ઉમટી પડતા ભારે ધક્કામુક્કી અને અંધાધંધુી સર્જાતા અનેક ક્રિકેટ ચાહકો બેભાન થઇ જતા ઘવાયા હતા અને યુપીના હાથરસ જેવી ઘટના સહેજમાં અટકી હતી. વિકટરી પરેડ પુરી થયા બાદ રૂટ ઉપર ચારે તરફ બુટ-ચપ્પલ વિખરાયેલા જોવા મળ્યા હતા. પરેડ સમયે ભારે ભીડમાં અનેક લોકોની તબીયત કથડતા હોસ્પિટલે ખસેડવા પડયા હતા.

ટીમ ઇન્ડિયાની જીત બાદ મુંબઈમાં વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીમાં ભાગ લેવા માટે લાખો ક્રિકેટ ચાહકો મુંબઈના રસ્તાઓ પર એકઠા થયા. ભીડને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વિકટરી પરેડ દરમિયાન ભારે ભીડને કારણે ઘણા ક્રિકેટ ચાહકોની તબિયત પણ લથડી ગઈ. આ સિવાય ઘણા ક્રિકેટ ફેન્સ ઘાયલ પણ થયા છે. પોલીસે ઘાયલોને તાત્કાલિક કોઈક રીતે ભીડમાંથી કાઢીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી.


આ વિકટરી પરેડમાં ભાગ લેવા માટે લાખો ક્રિકેટ ચાહકો વરસાદ વચ્ચે રસ્તાઓ પર એકઠા થયા હતા. સ્થિતિ એવી હતી કે ચારે તરફ લોકો જ દેખાતા હતા. ત્યારે ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવા આવેલા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો. અહીં ભારે ભીડને કારણે ઘણા ચાહકો ઘાયલ થઈ ગયા. આ દરમિયાન કેટલાક ચાહકો ઘાયલ થઈ ગયા અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી. ઝ20 વર્લ્ડ કપની વિજય પરેડ પછી મુંબઈના મરીન ડ્રાઈવ પર બધી બાજુ લોકોના ચપ્પલ વેરવિખેર દેખાઈ રહ્યા હતા.


મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, વિજય પરેડ દરમિયાન ખરાબ તબિયતના કારણે 10 લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. અહીં આઠ લોકોને સારવાર આપીને તાત્કાલિક રજા આપી દેવામાં આવી, જ્યારે બે લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દાખલ બે લોકોમાંથી એકને ફ્રેક્ચર છે. બીજાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે ભારે ભીડને કારણે એક છોકરી બેહોશ થઈ ગઈ જેને મુંબઈ પોલીસે રેસ્ક્યુ કરીને બહાર કાઢી.

Continue Reading

Trending