Connect with us

rajkot

ઈસ્ટ ઝોનના બે વોર્ડમાં આવતીકાલે પાણીકાપ

Published

on

મહાનગરપાલિકા દ્વારા લાઈનનું કામ કરવાનું હોવાથી આવતી કાલે શનિવારના રોજ વોર્ડ નં. 6 અને 15 પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરી છે.
આજી ફિલ્ટર પ્લાન્ટ થી દૂધસાગર હેડવર્કસમાં પાણી સપ્લાય કરતી જૂની પાઈપલાઈનનું નવી નાખવામાં આવેલ પાઈપલાઈન સાથે જોડાણ કરવાનું હોય, જેથી જરૂૂરી સંલગ્ન કામગીરી માટે તા.23/12/2023નાં રોજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શટડાઉન રાખેલ છે. આથી દૂધસાગર હેડવર્કસને લાગુ નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
વોર્ડનં. 6માં સદગુરુ રણછોડનગર પાર્ટ-1, નવજીવન પાર્ક, જમાઈ પરા, શક્તી સોસ.(પાર્ટ), કબીરવન(પાર્ટ-1,2), શિવમ પાર્ક, મેહુલનગર, સદગુરુ રણછોડનગર પાર્ટ-2, ગઢીયા નગર-પાર્ટ-3, ભોજલ રામ સોસા., કનક નગર, એવન્યુ પાર્ક, સિદ્ધાર્થ પાર્ક, સંજય નગર, રાજારામસોસા., ન્યુશક્તી સોસા., મહેશ નગર, શ્યામ નગર, ગોકુલ નગર, ગોકુલનગર (આવાસ યોજના), બાલકૃષ્ણસોસા., શક્તીસોસા., ગુ.હા.બોર્ડ સિંગળિયા, આકાશદીપસોસા., રિદ્ધિ સિદ્ધિ સોસા.સાગરનગર, મંછાનગર, બેટ દ્વારકા, અંબિકા સોસાયટી, ચુનારાવાડ ચોક, સીતારામ નગર શેરી નં.7 થી 11, શક્તિ ઇન્ડસ્ટ્રીઝ સંજય નગર સોસાયટી-2, મહારાણા પ્રતાપ હોલ, અમરનગર, મફતિયાપરા, ન્યુ શક્તિ સોસાયટી, સાંદિપનીસ્કુલ પાસે, શક્તિ સોસાયટી-સરદાર સ્કુલ શેરી નં.13,14,15,19 (પાર્ટ) તથા વોર્ડ નં. 15 દુધસાગરહેડવર્કસ મનહર મફતીયાપરા સંપૂર્ણ (શે.ન.-1 થી 7, લાખાજીરાજ શ્રમજીવી સંપૂર્ણ (શે.ન.-1 થી 6), ફારૂૂકીસોસા., ભગવતી સોસા. સંપૂર્ણ (શે.ન.-1 થી 6), જગદીશનગર, ભૈયાવાડી (કોલોની), ગંજીવાડા શે. ન.-19 થી 40, 44 થી 64, 66, 68, 71 થી 75, માજોઠીનગર સહિનતા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

rajkot

મનપાના આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા અંતે સસ્પેન્ડ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ તા.5
મહાનગરપાલિકામાં આસી. ટીપીઓ તરીકે ફરજ બજાવતા અને ત્યાર બાદ અન્ય વિભાગમાં બદલી પામેલા રાજેશ મકવાણાએ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનિંગ શાખાના રજીસ્ટારમાં ચેડા કરતા તેની ધરપકડ કરવામાં આવેલ આથી નિયમ મુજબ મ્યુ.કમિશનરે આજરોજ તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જારી કર્યો હતો.
અગ્નિકાંડ બાદ મકવાણાની વોર્ડ નં.10 માં જવાબદારી નહી હોવા છતાં પણ તેઓ દ્વારા બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરવો, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, સરકારી તપાસને ગેરમાર્ગે દોરવી, વિગેરે જેવી સરકારી કર્મચારીને ન છાજે તે પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે ફરજ પ્રત્યેની ખૂબ મોટી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
સસ્પેન્શન સમય દરમિયાન મજુકર અર્ધપગારી રજા પર હોય અને જે પગાર મેળવે તે પગાર જી.સી.એસ.આરની ક્લમ 151ની જોગવાઇ અનુસાર નિર્વાહ ભથ્થા તરીકે મેળવશે. રાજેશ નરશીભાઇ મકવાણાએ સસ્પેન્શ સમય દરમ્યાન સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.)માં નિયમિતપણે હાજરી પુરવાની રહેશે. હાલ મજકુર કર્મચારી જ્યુડિશિયલ કસ્ડીમાં હોય, તે સમયગાળા પુરતું હાજરી પુરવામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમજ સસ્પેન્શન સમય દરમ્યાન કોઇપણ જગ્યાએ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં અને તે બાબતનું પ્રમાણપત્ર દર માસે નિર્વાહ ભથ્થાની ચુકવણી કરતા પહેલા લગત શાખાધિકારીએ મકવાણા પાસેથી મેળવવાનું રહેશે.

Continue Reading

rajkot

રાજકોટ નજીક પીપળિયા ગામે ધમધમતી નકલી શાળા ઝડપાઇ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ,તા.5
ગુજરાતમાં બે વર્ષથી નકલી કચેરીઓ, નકલી બીયારણો, નકલી અધિકારીઓ સહીત નકલી ખાદ્ય ચીજો પકડાઇ રહી છે. ત્યારે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજકોટમાં માલીયાણ નજીક આવેલ પીપળીયા ગામમાંથી કોઇપણ જાતની મંજુરી વગર ધમધમતી નકલી શાળા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નકલી શાળાને શીલ મારવામાં આવ્યું છે અને શાળા ચલાવતા દંપતીને પકડીને તેની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના માલીયાસણ નજીક આવેલ પીપળીયા ગામની નવીનનગર સોસાયટીમાં ચાર દુકાનો ભાડે રાખી અને મધ્યપ્રદેશનું દંપતી સંદિપ તિવારી અને તેની પત્ની કાત્યાની તિવારી કોઇપણ મંજુરી વગર દરરોજ 1 થી 10ની માન્યતા વગરની ગૌરી પ્રિ-પ્રાયમરી શાળા ચલાવી રહ્યા હોવાની ફરીયાદ મળતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર હકિકત સામે આવી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા મધ્યપ્રદેશના દંપતીની અટકાયત કરાઇ છે અને તેમની પુછતાછ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે ચાર દુકાનમાં ચાલતી શાળાને શીલ મારી દેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ત્યાંથી ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા 29 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. તેઓને હાલ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કટીબધ્ધતા દાખવવામાં આવી છે અને તેમને ન્યાયીક રીતે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ આપવામાં આવશે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશનું આ દંપતી એક મોડસ ઓપરેન્ડી ચલાવતું હતું જેમાં અહીં શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા હતા અને તેમની પાસેથી ફી ઉઘરાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં તેઓના એડમીશન કરવામાં આવતા હતા. માન્યતા પ્રાપ્ત શાળાઓ સાથે તેઓનું સેટલમેન્ટ ચાલતું હતું જેમાં કેટલાક ટકા ફીનો હિસ્સો આ શાળાઓને આપવામાં આવતું હતું. આ કૌભાંડ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરોડા પાડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના નાક નીચે છેલ્લા છ વર્ષથી ધમધમતી નકલી શાળા ઝડપાતા વાલીઓમાં પણ રોષ ભભુકી ઉઠયો છે. 2018થી એડમીશન લેનાર અને ત્યાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ વાલીઓમાં તંત્ર સામે સવાલ ઉઠયો છે. શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની વૃતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની વ્યથા વાલીઓ ઠાલવી હતી.

Continue Reading

rajkot

સૌ.યુનિ.ના ત્રીજા ઇન્ચાર્જ કુલપતિ બનતા ડો.ડોડિયાડો.નિલાંબરીબેન દવેને હટાવાયા

Published

on

By

2018માં ચાર મહિના ડો.ડોડિયા કરી ચૂક્યા છે વહીવટ; ત્રણ નામો રદ કરી નવા મગાવાયા

ગુજરાત મિરર, રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.નિલાંબરીબેન દવેને હટાવી અને ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ડો.કમલ ડોડીયાએ આજે ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સંભાળી અને વહીવટી કામનો પ્રારંભ કરી દીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને ઓક્ટોબર 2023ની આસપાર ઇન્ચાર્જનો હવાલો સોંપાયો હતો પરંતુ આઠ મહિનામાં જ શિક્ષણ વિભાગ દ્વારા તેમની પાસેથી ઇન્ચાર્જનો હવાલો પરત ખેંચી લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને ફરી એક વખત રાજકોટ પી.ડી.યુ. મેડિક્લ કોલેજના ઓપ્થેલ્મોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો છે.
ડો.કમલ ડોડીયા અગાઉ 2018માં ફેબ્રુઆરી મહિનાથી મે-2018 ચાર માસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વહીવટ કરી ચૂક્યા છે. તે સમયે મેડિક્લમાં પાસ થવા માટે રૂા.2.50 લાખની માંગણી કરતો સુરેન્દ્રનગરથી સી.યુ.શાહ મેડિક્લ કોલેજનો વિડીયો વાઇરલ થયો હતો અને તે સમયે આંતરિક ખેંચતાણ થતા ભાજપના એક તત્કાલીન સિન્ડિકેટ સભ્ય દ્વારા ડો.કમલ ડોડીયા વિરૂદ્ધ મોરચો માંડયો હતો અને તેમને હટાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી વખત તેમને ચાર્જ સોંપવામાં આવતા અને આ મુદ્દે કેમ્પસમાં ચર્ચા થઇ રહી છે.
માત્ર આઠ માસમાં જ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને હટાવી લેતા અનેક ચર્ચાઇ જોર પક્ડયું છે. તેમાં કેટલાક નિતિ વિષયક નિર્ણયો લેવામાં નબળા પૂરવાર થયા છે. અગાઉ પણ તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વર્તમાનમાં પણ પેપરો લીક થયા હતા. કોલેજ જોડાણની 500થી ફાઇલો હતી. નિર્ણય વગર જ પેન્ડિંગ પડી છે. ઉપરાંત ચીફ એકાઉન્ટ ઓફિસરના બદલે ઓડિટરની નિયુક્તિ કરી નાખી તેમજ પીએચ.ડીની પરીક્ષા મોડી લધી. નવા કાયદા મુજબ એક્ઝિયુટીવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના મોડી કરી હોવા સહિત અનેક કામગીરી ક્ષતિ રહીત રહી હોવાની ચર્ચા.
શિક્ષણ વિભાગ દ્વારા સર્ચ કમિટી રચી અને તેના દ્વારા નામો મોકલવામાં આવ્યા હતા. જેમાં ડો.સચિન પરીખ, ડો.નિલાંબરીબેન દવે અને ડો.મુર્થીના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામ નામો રિજેક્ટ કરાયા છે અને કમીટીને ફરીથી નામો મોકલવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણને સંભાળી શકે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી શકે તેવા કાયમી કુલપતિ સરકારને હજુ મળ્યા નથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષણના બદલે રાજકારણ વધી ગયું છે અને ભાજપ સામે ભાજપનું જુથ જ સક્રિય બન્યું છે ત્યારે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં થઇ રહી છે.

ફેબ્રુઆરી-2022થી સૌરાષ્ટ્ર યુનિ.માં ઇન્ચાર્જનો વહીવટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિને વહીવટ સોંપાયો છે. અગાઉ 2022માં ડો.નિતિન પેથાણીની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે ફેબ્રુઆરી-2022માં આંકડાશાસ્ત્રના અધ્યક્ષ ડો.ગીરીશ ભિમાણીને ચાર્જ સોંપાયો હતો અને તેઓ દોઢ વર્ષ રહ્યા બાદ તેમને હટાવી અને ડો.નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપાયો હતો. આમ છેલ્લા અઢી વર્ષ ચાર્જમાં વહીવટ થયા બાદ ત્રીજી વખત પણ ઇન્ચાર્જને ચાર્જ સોંપાયો છે.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય10 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય10 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત11 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય11 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ11 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય11 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending